*નોકરીયાત માટે ગ્રેજ્યુઈટીને લઈ ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચૂદાદો*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક રમત જગત વિશેષ સમાચાર

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ઉપલેટા નગરપાલિકાને આદેશ કર્યો છે કે, તેના નિવૃત્ત ટેક્સ ઈન્સ્પેક્ટરને ગ્રેજ્યુઈટીની પૂરી રકમ ચૂકવવામાં આવે. હાઈકોર્ટની ખંડપીઠે સિંગલ જજના આદેશને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટની ખંડપીઠનુ અવલોકન છે કે, ગ્રેજ્યુઈટીએ કર્મચારીનો હક છે. તેને રોકી શકાય નહીં. ગ્રેજ્યુઈટીની રકમ નિવૃત્ત કર્મચારીઓ અને તેના પરિવાર માટે તે બહુ મહત્વની હોય છે. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, પેન્શન અને ગ્રેજ્યુઈટીને રોકી શકાય નહીં. આ અંગે, સુપ્રીમ કોર્ટે ચુકાદો પણ આપેલો છે. આ કેસમાં, એપેલેટ ઓથોરિટીએ ગ્રેજ્યુઈટીની રકમ ખોટી રીતે ઘટાડી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply