*દેશમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિમા પત્રકારો ગુજરાતમા.*અત્ર..તત્ર..સર્વત્ર નિષ્ફળ મુખ્ય મંત્રી એટલે રૂપાણી.*જે રાજ્યમાં પત્રકારો સુરક્ષિત ન હોય ત્યાં પ્રજા સુરક્ષિત કેવી હશે..?**લાભુભાઈ પી. કાત્રોડીયા.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

*”રામ ના નામે પત્થરો તરે” આ રામાવતાર ની વાત છે,પણ “પક્ષના નામે પત્થરો તરે” આં કળિયુગ ની નિશાની છે..પણ લોકશાહી દેશ કે રાજ્ય ની પ્રજા એટલે કે મતદારો છેતરાયા નો અહેસાસ કરે, ત્યારે સમજવું શાસકો નિષ્ફળતા ના રસ્તે છે..*
ગુજરાત ના ખેડૂતો ના ગળા બેસી ગયા પણ પાક વીમો ચૂકવવા ક્યારેય રૂપાણી બોલ્યાજ નહિ..ક્યારે મળશે,કેટલો મળશે તે નક્કી જ નથી..સરકાર ને એટલી તો ખબર હોય ને કે ખેડૂતો ને વીમો ચૂકવવો પડે તેવી સ્થિતિ છે..
*દેશમાં કોંગ્રેસ નું શાસન હતું ત્યારે ગુજરાત ને ધુબાકા હતા..પણ દેશમાં ભાજપ આવી ને ગુજરાત ને અન્યાય શરૂ થયો..સ્વીકારવું ખૂબ કઠણ છે,પણ રૂપાણી મુખ્યમંત્રી બન્યા એટલે ગુજરાત ની માઠી બેસી ગઈ.”માસ્ટર મારે નહિ,ને ભણાવે નહિ” આવો ઘાટ ઘડાયો છે..*
રૂપાણી ને બસ ભાષણ નો શોખ વધ્યો છે..અધૂરામાં પૂરું એમ્બેસેડર મા ફરવા લાયક મુખ્ય મંત્રી ને હેલિકોપ્ટર નો લાભ મળ્યો..અને જ્યારે ખેડૂતો બરબાદ હતા,બેરોજગારી ચરમ સીમાએ હતી,મોંઘવારી તોબા પોકારી ઉઠી,મહામંદી પ્રજાની કસોટી કરતી હતી,ભરતી કોભાંડ,પરિક્ષા કોભાંડ અને કાયદો વ્યવસ્થા બૂટલેગરો,ગુન્હેગારો,કાળા બજરીયાઓ,ભેળસેળિયા,ના ઘેર પાણી ભરતી હોય તે હાલત મા હોય ..
*દિવસ ઉગે ને પત્રકારો ઉપર જીવલેણ હુમલો, રોજ બરોજ ખોટી ફરિયાદો, ધાક ધમકીઓ ની જડી વરસતી હોય એવા સમયે ભાઈ નાકમાં,નિષ્ફળ મુખ્ય મંત્રી ૧૯૧ કરોડ ના ખર્ચે નવું પ્લેન ખરીદે આનાથી બીજી મજાક પ્રજાની કઈ હોય શકે..!!*
“બાપ કમાઈ” ઉપર જલસા કરે તેને “નબીરા” કહેવાય..પણ “પ્રજાની તિજોરી ઉપર તાગડધિન્ના” કરે તેને તો” ફતન દિવાળીયા” જ કહેવાય..
*પત્રકારો ઉપર સૌથી વધુ હુમલા કે ખોટી ફરિયાદો રૂપાણી ના રાજકોટ જિલ્લા મા થાય તે રૂપાણી માટે શરમ જનક કહેવાય..પણ લાજ કે શરમ હોય તેને.!!!*
ટીડોત્સાવ વિદાઈ લઈ રહ્યો છે..નિષ્ફળ શાસન ની એક વધુ મહોર મારી છે.શરમ થી ડૂબી મારવા જેવી આખા ગુજરાત ની ઘટના તો રૂપાણી રાજ મા ગ્રામ પંચાયત ના ખાતામાં જમાં૧૪ મા નાણાં પંચના પૈસા માથી દીકરી જન્મે અને એક હજાર ની સહાય ના ચેક “પરબારા ને પોણા બારા” પધરાવ્યા..
*વિકાસ ના કામ કરવા મંજૂરી ન આપે ને દીકરી જનમ્ ની સહાય ૧૪ મા નાણાં પંચ માથી..અધૂરામાં પૂરું દરેક સ્કુલ માં કોમ્પ્યુટર સેટ નું ટેન્ડર કરી નાખ્યું…દોઢ લાખ ૧૪ મા નાણાં પંચ ની ગ્રાન્ટ માથી ચૂકવવાના..કોઈ સિસ્ટમ જેવું કાઈ છે કે નહિ,શું સરકારી વહીવટ આવી રીતે હવાલા ને કબાલા થીજ ચાલશે..? ૫૦ હજાર ના કોમ્યુટર નાં દોઢ લાખ…!!! કોના બાપ ની દિવાળી..!!! સરકાર છે કે સર્કસ નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે..*
પત્રકાર ઉપર હુમલા થાયને આરોપી ન પકડાય..નામ સાથેની ફરિયાદ હોય છતાં આ હાલત છે..રૂપાણી રાજ ને એક વાર્તા સાથે ખૂબ મેળ બેસે છે..વાડી રે વાડી..રીંગણા લઉ બે ચાર..અરેલ્યો ને દસ..બાર..અમારા બાપ નું શું જાય..!!!
*”બાફે ઢોકળા ચડી જાય” આં કહેવત જેવું જ કાઇક રૂપાણી રાજ નું છે..એક માત્ર પત્રકારો વિરુદ્ધ ની માનસિકતા ધરાવતો પંકજ મોદી.. નિવૃત્તિ પછી પણ વારે વારે એક્સ્ટેન્શન્સ..૧૫ હાજર નો પગાર ને આખે આખા સચિવ ને રમાડે…પત્રકારો ની ઘોર ખોદવામાં બાકીજ ન રાખ્યું…”એક ખેડૂત વિરોધી બીજો પત્રકારો નો વિરોધી” એક જગત નાં તાત ને બરબાદ કરે છે ને બીજો પત્રકારો ને બરબાદ કરવાના કારસ્તાન કરે છે..*
છેલ્લા ૨૫ વર્ષ ની મોંઘવારી ના આંકડા જોશો તો અવાક પામી જશો..ગુણોત્તર થી ચીજ વસ્તુ ના ભાવ વધ્યા છે. ગુણોત્તર થી કર્મચારીઓ ના પગાર વધ્યા છે,ધારાસભ્યો અને સાંસદો ના પગાર વધ્યા છે..જેને સામાન્ય માણસ માથી મોટો નેતા બનાવ્યા એ પત્રકાર ને સસ્તો કરી નાખ્યો..
*ચીમનભાઈ કે કેશુભાઈ ના શાસન સમયે જે ભાવ હતો એજ ભાવ આજે પણ છે સરકારી જાહેરાત નો..તે સમયે નાના અખબારો ને વાર્ષિક ૧૫ જાહેરાત સરકારી મળતી હતી,આજે માત્ર ત્રણ થી પાંચ જાહેરાત મળે છે..નથી ભાવ વધતો કે નથી જાહેરાત વધતી..ઉલ્ટાનું જાહેરાત ઘટી ને તળિયે આવી ગઈ છે..*
પત્રકારો પાસે ક્યારેય અગાઉ લાંચ ન લેવાતી..આજે જાહેરાત મંજૂર કરવા કે એક્રીડેશન કાર્ડ માટે પણ લાંચ પ્રથા ચાલે છે.રૂપાણી રાજ મા ભ્રષ્ટાચારે હદ કરી નાખી..પત્રકારો પાસે થી પણ ઉઘરાણા નો ઇતિહાસ લખ્યો..આં વિભાગ સીધો જ મુખ્યમંત્રી સાથે જોડાયેલો હોય છે..દરેક મુખ્યમંત્રી આં વિભાગ પોતાની પાસે રાખે છે..
*પત્રકારો ને હાઉસિંગ કોલોની માટે મળતા ટોકન દર ના પ્લોટ કે જમીન બંધ..વાર્ષિક એક પ્રવાસ માહિતી ખાતા દ્વારા અને સરકારી ખર્ચે પત્રકારો ને કરાવતા એ પણ બંધ..નિવૃત્ત પત્રકારો ને પેન્શન ની તો વાત જ શું કરવી..હતું એ પણ છીનવી લીધું..જેમ જગત નાં તાત ને આપો આપ સારા ભાવ મળતા હતા..અને ભાજપ સતામાં આવ્યા પછી આખા દેશના ખેડૂતો બરબાદ થયાં,એવીજ રીતે ચોથો સ્થંભ કે ચોથી જાગીર કહેવાતા પત્રકારો ની હાલત પણ કાઇક જગતનાતાત જેવીજ છે…*
રૂપાણી સાહેબ ને પત્રકારો નિંકૃપા ભળી એટલે ગાંધીનગર થી ગામડાં સુધીના ભ્રષ્ટાચાર મા સૌ તરબોળ છે…પત્રકાર નીંકૃપા ને કમજોરી સમજવા નીભૂલ ન કરતાં પત્રકાર જગત ફરી અંજલી છાટશે તો વિપક્ષમાં બેસવાનો વારો…અને કોભાંડિઓ ને જેલમાં બેસવાનો વખત આવી જશે…હજુ સમય છે સુધરી જાવ..જગતના તાત અને ચોથી જાગીર માટે તમારું વલણ અને માનસિકતા બદલો….
*ગુજરાત ના પત્રકારો સંગઠિત થઈ રહ્યા છે…તમામ જિલ્લા અને તાલુકા ઓ ની કારોબારી બની રહી છે..હવે અવગણના નહિ ચાલે…*
લી.
*લાભુભાઈ પી. કાત્રોડીયા.*
પ્રમુખ.
*ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ*.
ભાવનગર.
*મો..૯૪૨૬૫૩૪૮૭૪*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply