*ગુજરાત વિદ્યાપીઠ તીર્થભૂમિ સમાન છે: સંજય વકીલ.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત રાજનીતિ વિશેષ સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સનાં એચ. એ. ગાંધીઅન સોસાયટીના નેજા હેથળ અમેરિકાની ન્યુ જર્સી સિટી યુનિવર્સિટીના ૧૫ અમેરિકન સ્ટુડન્ટ્સ તથા બે પ્રોફેસસોર્સ એચ. એ. કોલેજનાં માહેમાન બન્યા છે. ગાંધીજીના વિચારોના પ્રચાર તથા પ્રસાર માટે આવેલા વિદ્યાર્થીઑએ ગુજરાત વિદ્યાપીઠ ની મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ પ્રાર્થના અટેંડ કર્યા બાદ ચરખા થી સૂતર કાંતતા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. કોલેજ ના પ્રિન્સિપાલ સંજય વકીલ દ્વારા સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠ નો ઇતિહાસ, ગાંધીજી ના રચનાત્મક કાર્ય તથા સ્વતંત્રતા ચળવળમાં વિદ્યાપીઠની ભૂમિકા વિષે વાત કરી હતી. પ્રિ. વકીલે ગુજરાત વિદ્યાપીઠ ના તીર્થભૂમિ સમાન ગણાવી હતી જ્યાં પવિત્રતા, સંયમ, શિષ્ટ તથા શ્રમ ના પાઠ શીખવાય છે. અમેરિકા ના વિદ્યાર્થીઑ વિદ્યાપીઠ ના વિવિધ પ્રદર્શન જોઈ પ્રભાવિત થયા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •