*ગુજરાતના જિલ્લાઓનાં વર્ગીકરણ ની માહિતી*

આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી બિઝનેસ લાઇફ સ્ટાઇલ સમાચાર

ગુજરાતના જિલ્લાઓ નું વર્ગીકરણ

ગુજરાત સ્થાપના તારીખ 1 મે 1960ના રોજ કુલ ૧૭ જિલ્લા અસ્તિત્વમાં આવ્યા

સુરત ભરૂચ ડાંગ વડોદરા પંચમહાલ ખેડા સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર જામનગર જુનાગઢ અને કચ્છ

વર્ષ 1962 મા ગાંધીનગર જિલ્લો મહેસાણા અને અમદાવાદમાં થી છુટો પડ્યો

વર્ષ 1964માં વલસાડ જિલ્લો સુરત જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો

વર્ષ 1966માં પાટણ જિલ્લો મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો

વર્ષ 1997માં પાંચ જિલ્લા અસ્તિત્વમાં આવ્યા

જેમાં દાહોદ જિલ્લો પંચમહાલ જિલ્લામાંથી, આણંદ જિલ્લો ખેડા જિલ્લામાંથી, પોરબંદર જિલ્લો જૂનાગઢમાંથી, નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લામાંથી અને નવસારી જિલ્લો વલસાડ જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો

ત્યારબાદ વર્ષ 2007 માં તાપી જીલ્લો સુરત જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો

વર્ષ 2013માં સાત જિલ્લા અસ્તિત્વમાં આવ્યા

જેમાં મહીસાગર જીલ્લો ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં, છોટાઉદેપુર જિલ્લો વડોદરા જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો, અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો,બોટાદ જીલ્લો અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો,મોરબી જિલ્લો જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો, ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો, દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો

આમ વર્તમાન સમયમાં ગુજરાતના કુલ 33 જિલ્લા અસ્તિત્વમાં છે….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply