*એનીમિયા કન્ટ્રોલ માટે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો – માંડલ તાલુકાની ૯૭ આંગણવાડીઓમાં લોખંડની કઢાઇ, તવી અને તાવીથાની કીટ આપવામાં આવી – વંદના નીલકંઠ વાસુકિયા.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત વિશેષ સમાચાર

નાના બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં એનીમીયા કન્ટ્રોલ માટે આઇસીડીએસ વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. માંડલ તાલુકાના બાળકો, સગર્ભા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ ઘટાડવા માટે જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના સીધા માર્ગદર્શન હેઠળ આઇઇસીની કામગીરી જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, પ્રોગ્રામ ઓફિસરની દેખરેખમાં માંડલ તાલુકાની ૯૭ આંગણવાડીઓમાં લોખંડની કઢાઇ, તવી અને તાવીથાની કીટ આપવામાં આવી હતી. આંગણવાડીના બાળકોને હવે લોખંડના વાસણોમાં જ પોષણયુક્ત આહાર રાંધવામાં આવશે અને બાળકોને ભોજનમાં આપવામાં આવશે. માંડલ તાલુકાના બાળકોને કુપોષિત માંથી પોષણયુક્ત બનાવવામાં આવશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply