*ઉત્તરાયણ એટલે કલ્પનાના સૂર..સુચિતા ભટ્ટ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ મનોરંજન રાજનીતિ વિશેષ સમાચાર

ઉત્તરાયણ એટલે ફક્ત પતંગ ચગાવવા પૂરતો તહેવારના કહી શકાય પરંતુ પતંગ પણ શીખવે છે, જિંદગી જીવવાની રીત, ઉપર જવાની તમન્નામાં ક્યારેક નીચે પટકાઈ પણ જવાય, ક્યાંક ફસાઈ પણ જવાય, ક્યાંક ફંટાઈ પણ જવાય, ક્યારેક અચાનક છૂટી જવાય એવી નજીક વ્યક્તિરૂપી કિન્નાથી તોપણ આકાશમાં વિહરવાની એટલે કે જિંદગીને મોજથી માળવાની મજા લેવીજ જોઈએ.અને બની શકે તો પોતે ભલે કપાઈ જઈએ કે તૂટી જઈએ પરંતુ બીજાના મુખ પર ખુશીના વાદળો ગર્જાવતા રહેવું જોઈએ,એ જ સાચો આનંદ છે ઢીલ મુકવામાં જો લપેટ.. લપેટના અવાજો.. હૃદયમાં ખુશી રેલાવતા હોય તો ખોટું શું છે?? કપાઈ જવામાં ક લૂંટાઈ જવામાં?કોઈકની ખુશીમાં કપાઈ જનાર વ્યક્તિને જીલવાવાળો ખુદ બીજું કોઈ નહિ ઈશ્વર હોય છે. તો ચાલો આપણે પણ ક્યાંક ઢીલ મૂકીને સબંધને વધુ મજબૂત બનાવીએ.. કોઈકના હૃદયમાં ખુશીઓ ભરી દઈએ.. happy uttrayan…સુચિતા ભટ્ટ.. કલ્પનાના સૂર..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply