*આક્ષેપો પ્રતિ આક્ષેપો કરીને એક બીજા પર કીચડ ઉછાળીને જાણે બાપે માર્યા વેર હોય એવું વર્તન કરતાં કોંગ્રેસી-ભાજપી સહિતના ગંદી નાલીના કીડાને પણ સારા કહેવડાવે એવા નેતાઓ જનતાને ઉલ્લુ બનાવીને ખુરશી પર બેસી ગયા પછી જોવો કેવા ડાન્સ કરે છે !!!- હિતેશ રાઈચુરા.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય બિઝનેસ મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

” લોકો નું શું વિચારવાનું ???

વધુ માં વધુ 2 વાત કરી ને ભૂલી જાશે… મિલાવ હાથ સાથે હાથ “

ચુટણી પહેલા જાતિવાદ દ્વારા લોકો ને લોકો સાથે લડાવીને અને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી ને એક બીજા પર કીચડ ઉછાળી ને જાણે બાપે માર્યા વેર હોય એવું વર્તન કરતાં કોંગ્રેસી-ભાજપી સહિત ના ગંદી નાલી ના કીડા ને પણ સારા કહેવડાવે એવા નેતાઓ જનતાને ઉલ્લુ બનાવીને ખુરશી પર બેસી ગયા પછી જોવો કેવા ડાન્સ કરે છે !!!

ફોટા પ્રેમી, ઉદ્ઘાટન પ્રેમી અને દેખાડા પ્રેમી શ્રી શ્રી રૂપાણી સાહેબ હાલતા ચાલતા જનતા ના 5-7 લાખ ના ખર્ચે સ્પેશિયલ રાજકોટ કે બીજા શહેર માં જઈને 3D સ્ટાઈલ માં ફોટા પડાવી ને મોટી મોટી જાહેરાતો કરે અને પોતે 20-20 ના ખેલાડી છે એવી ઇમેજ ઊભી કરવા મથે છે અને લોકો ને ઇમ્પ્રેસ કરવાના પ્રયત્નો કરે છે પણ સી.એમ.સાહેબ જી ને મારી એક ઓપન ચેલેન્જ છે કે તમે પોતે સી.એમ.બન્યા પછી અગાઉ ની મોદી સાહેબ ની યોજનાઓ ના લોકાર્પણ કે ખાત મુહર્ત કરવા સિવાય તમારી પોતાની આવડત અને બુધ્ધિ થી માત્ર એક એવું કામ કરેલું હોય કે કોઈ એક એવી જનઉપયોગી યોજના શરૂ કરી હોય તો બતાવો કે જેનાથી લોકો નું ભલું થયું હોય અને લોકો ની હાલાકી ઓછી થઇ હોય…

નહીં બતાવી શકે કેમ કે સાહેબ જી માત્ર હરવા ફરવા સિવાય કશું વિચારી જ નથી શકતા અને એમની પાછળ ના મંત્રીઓ તંત્રીઓ 12 હાથે જનતા ના ટેક્સ ના અબજો રૂપિયા થાળે પાડવામાં વ્યસ્ત છે…

વરસાદ પૂરો થાય એટ્લે રાજકોટ ના રોડ ટકાટક કરી નાખવાની શેખી હાંકતા આ નેતાઓ શિયાળો પૂરો થવા આવ્યા છતાં પણ 20% રોડ રીપેર પણ નથી કરી શકયા એમની પાસેથી બીજી તો શું આશા રાખવી ???

અને વિરોધ પક્ષ કોઈ પણ વાત કે કોભાંડ કે સરકાર ના નિર્ણય નો વિરોધ માત્ર સેટિંગ કરવા માટે જ કરે છે એ લખી લેજો…

જેવુ એમનું ગોઠવાઈ જાશે એવો વિરોધ ક્યાં ખોવાઈ જાશે એ ખબર જ નહીં પડે લોકોને…

રાજકારણ તો ઠીક પણ બીજે બધે પણ આવું જ છે…

અલગ અલગ સ્કૂલ ના સંચાલકો આમ ગળાકાપ હરીફાઈ માં હોય છે અને એક બીજા ને પાડી નાખે છે પણ જ્યારે ફી ઘટાડવા જેવી વાત આવે ત્યારે એક થાળી માં બેસી ને જમવા લાગે છે અને એની જેમ જ અલગ અલગ ધર્મ ના પાખંડી સ્વામિ-મહંત-મુનિ આમ ભલે દુનિયા ને એમ દેખાડે કે અમે અલગ સંપ્રદાય ના છીયે પણ અંદર ખાને એકબીજા ના પાપ-કોભાંડ જાણતા હોવા થી એક જ થાળી માં ખાતા હોય છે…

પણ આ બધા માં મૂર્ખ બને છે જનતા !!!

લોકો સમજતા નથી કે આ સાલા ઑ આપણને હાથો બનાવી ને અંદરો અંદર લડાવી મરાવી ને પોતાના કામ પાર ઉતારે છે !!!

હજુ પણ 90% લોકો આ જ મૂર્ખાઈ કરી રહ્યા છે અને મારા નેતા, મારા બાબા, મારા સ્વામિ, મારા મુનિ, મારા મોલવી… કરી કરી ને ખરેખર જે પોતાના છે એને જ અન્યાય કરી રહ્યા છે અને ગુલામી ભોગવી રહ્યા છે !!!

– હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply