*અમે તો ગામડાના માણા-ધમેઁશ એ કાળા*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી મનોરંજન રાજનીતિ વિશેષ સમાચાર

*અમે તો ગામડાના માણા-ધમેઁશ એ કાળા*

અમે તો ગામડા ના માણા આ સીટીમાં આપણને નય ફાવે…..

અમે તો સવારે વહેલા ઉઠનારા, આ મોળુ મોળુ ઉઠવું આપણને નય ફાવે.

અમે તો દુહા છંદ ભજન કિર્તન સવાર સાંજ સાંભળનાર, આ ફિલ્મી ગીત કે ડાયલોગ સાંભળવા આપણને આપણને નય ગમે.

અમે તો રોજ ગાયુ ભેંસુ ના દૂધ છાસ પીં નારા, આ કોથળીના દૂધ છાસ આપણને નય ભાવે.

અમે તો બાજરા રોટલા ઉપર માખણ લગાવીને ધરાઈને ખા નારા, આ પીંઝા કે બગઁમા ઓડકાર આપણને નય આવે.

અમે તો શરીર પુરુ ઢંકાય એવા કપડાં પેરનારા, આ ટૂંકા કપડાં પેરીને ફરવું આપણને નય ફાવે.

અમે તો સંસ્કાર, પ્રેમના અને ભાવના ના માણા, આ પૈસા ને મહત્વ આપવું આપણને નય ફાવે.

અમે તો સહ કુટુંબ વડિલો સાથે રહેનારા, આ માં-બાપથી નોખા થઈને સીટીમા એકલું રહેવું આપણને નય ગમે.

અમે તો વેઢેથી ગણતરી કરનારા, આ કેલક્યુલેટરથી ગણતરી કરાવી આપણને સમજમાં નય આવે.

અમે તો પાંગતમા બેસીને કાસાની થાળીમાં જમનારા, આ ગુફે મા ઉભું રહીને જમવું આપણને નય ફાવે.

અમે તો નદી માં નાહનારા, આ સ્વીમીંગ પુલમાં નાહવુ આપણને નય ફાવે.

અમે તો દેશી તળીયામાં રહેનારા, આ છત વાળા મકાન મા રહેવું નય ફાવે.

અમે તો કૂવા અને ધોરીયાના પાણી પીનારા, આ ફિલ્ટરનુ પીણી પીવું આપણને નય ભાવે.

અમે તો સાંજે સાથે વાતાઁ, ઈતિહાસ સાંભળનારા, આ સીરીયલ જોવી આપણને નય જામે.

આ તો દયા, ધમઁ અને સેવા કરવામાં માનનારા, આ સેલ્ફી લેવી આપણને નય ફાવે.

અમે તો કોઠા સુઝવાળ માણા, આ ભણતર બણતર કે ઇગ્લીંશ આપણને સમજમાં ના આવે .

અમે તો મેલા ઘેલા કપડાં પહેરનારા, આ ઈસ્રી ટાઈટ કપડાં પહેરીને દંભ દેખાવ કરવો આપણને નય ફાવે.

અમે તો ખુલા ખેતરમાં રખડનારા, આ ગાડઁ બગીચામાં ફરવું આપણને નય જામે.

અમે તો વાત વચન ઉપર અડગ રહેનારા, આ પ્રોમિસ કરીને સોરી કહીને ફરી જવું આપણને નય ફાવે.

અમે તો સાચા ભાઈબંધો સાથે સુખ દુઃખની વાતો કરનારા, આ ફેસ બુક કે વોટ્સ્પ ગ્રુપ બનાવીને ટાઈમ પાસ કરવો આપણને નય ગમે.

અમે તો ઉનાળાની ભર બપોરે લીમડાના છાયડા નીચે સુ નારા, આ એ.સી મા સુવું આપણને નય ફાવે.

અમે તો દરેક સુખ દુઃખ સૌ સાથે રહેનારા, આ ગામડુ અમારું છોડીને ” ધમેઁશ ” અમને સીટીમા નય ફાવે.

લી. ✍🏻✍🏻✍🏻

*ધમેઁશ એ કાળા*

31/12/19

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply