*અમદાવાદ ખાતે ૪થી ૧૯મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૪થી ૧૯મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોને ૪થી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખુલ્લોે મુકાશે.
આ ફ્લાવર શૉમાં વિવિધ પ્રકારની થીમ પર પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતી નિમિત્તે રેંટિયો કાંતતા ગાંધીજી, દાંડીયાત્રા, મીઠાનો સત્યાગ્રહ જેવી થીમ રાખવામાં આવી છે. ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરના ૮ ફૂટ મોટા સ્કલ્પચર સાથે આરોગ્ય જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો છે. આયુર્વેદિક વનની થીમમાં પહાડ અને સંજીવની બુટ્ટી લઈને આવતા હનુમાનજીની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. સ્પોર્ટ્સ ઝોનની થીમમાં ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ, હોકી, બેડમિંટન, ચેસ જેવી રમતોના સ્કલ્પચરો ફુલોથી તૈયાર કરવામાં આવ્યા છે. સેલ્ફી પોઇન્ટની થીમમાં બટરફ્લાય, ઉડતી પરી, આઇ લવ અમદાવાદ જેવા સ્કલ્પચરની સાથે શહેરીજનો પોતાની સેલ્ફી લઇ શકશે. રિસાયકલ, રિડયુસ અને રિયુઝની થીમ પર જૂના ટાયરોમાં ગ્રીનરી ઊભી કરવા પાણી બચાવોનો સંદેશો પણ આપવામાં આવ્યો છે, જ્યારે ફાયરબ્રિગેડના સાધનો સાથેનું પેવેલિયન અને રિયલ ગાર્ડન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
*********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •