સાગબારા તાલુકાના ચોપડાવાવ ગામે જુગારના અડ્ડા પર રેડથી દોડધામ. 4 જુગારીઓ ઝડપાયા, ચાર ફરાર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સાગબારા તાલુકાના ચોપડાવાવ ગામે જુગારના અડ્ડા પર પોલીસ રેડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં જુગારના સાહિત્ય સાથે ચાર જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે બાકીના ચાર ફરાર થઈ ગયા હતા.આ અંગે સાગબારા પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં ફરિયાદી અરૂણભાઇ પારસીંગભાઈ એ આરોપી દેવસીંગભાઇ ફુલસિંગભાઈ વસાવા, ધર્મેન્દ્રભાઈ બહાદુરભાઇ ઠાકોર, રાયસીંગભાઈ સામીયાભાઈ વસાવા, જાલમસીંગ ગણપતભાઈ વસાવા, ગોવિંદભાઈ રૂપસિંગભાઇ વસાવા, મુકેશભાઈ રૂપસિંગભાઈ, દિલાવરભાઈ પ્રતાપભાઈ વસાવા, નિતેશભાઈ જયસિંગભાઈ વસાવા તમામ (રહે, ચોપડાવાવ )સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીઓએ જાહેરમાં ગેરકાયદે રીતે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા પોલીસ પંચોલી રેડ દરમિયાન પકડાયેલો દેવસિંગભાઈ, ધર્મેન્દ્રભાઈ, રાયસીંગભાઈ, જાલમસિંગભાઈની અંગજડતીના જુદા જુદા દરની ચલણી નોટો રોકડા રૂપિયા 740/- તથા દાવ ઉપર રોકડા રૂપિયા 60/- તથા પતાપાના મળી કુલ મુદ્દામાલ 800/- રૂપિયા સાથે પકડાઈ ગયા હતા. તેમજ આરોપી ગોવિંદભાઈ, મુકેશભાઈ, દીલાવરભાઈ અને નિતેશભાઈ સ્થળ ઉપરથી ભાગી જતા પોલીસે તેમને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply