“વિશ્વ અપંગ દિન”- સોનેરી સ્વપ્ન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

૩ ડિસેમ્બર એટલે વિશ્વ અપંગ દિન , દુનિયા ભર માં દિવ્યાંગો ના લાભાર્થે વિવિધ પ્રવૂતિઅો કરવામાં આવતી હોય છે. જેનો હેતુ સમાજમાં દિવ્યાંગતા પ્રત્યે અવેરનેસ લાવવાનો હોય છે. અને સમાજમાં દિવ્યાંગો નુ સ્થાન , આપણી સમકક્ષ જ છે. એ બતાવવાનો હોય છે. અાજ થી બે વષઁ પહેલાં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોકટર. હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ મેમનગર ગામ દ્વારા આવો જ એક પ્રયત્ન ૫૧” ફુટ ઉંચી કાખઘોડી બનાવીને કરવામાં આવ્યો .અપંગતાના પ્રતિક સમાન ક્રચ એટલે કે કાખઘોડી સંસ્થાના સંકુલમાં જ સ્થાપિત કરી સમાજમાં જાગૃતિ કેળવવાનો કાયમી આ પ્રયત્ન હતો .૫૧”ફુટ ઉંચી કાખઘોડી હાલમાં વિશ્વની ઉંચામાં ઉંચી કાંખ ઘોડી છે .જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અેમ દિવ્યાંગતા ક્ષેત્રની આ ઉંચી કાખઘોડી – જેનેગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળેલ છે ગુજરાતના ગૌરવ સમી આ વર્લ્ડ રેકોર્ડ ધરાવતી કાંખ ઘોડીને શહેરના કોઇ ગાર્ડન કે સર્કલ ઉપર પ્રસ્થાપિત કરી તેને દિવ્યાંગતા પાર્ક કે દિવ્યાંગ સર્કલ નામ આપી કાયમી સ્વરૂપે દિવ્યાંગ શબ્દ લોકોના મુખે હૈયે રમતો થાય એવા સોનેરી સ્વપ્ન સાકાર કરવા સંસ્થાએ સરકારી વિભાગોમાં લેખિત રજુઆતો પણ કરેલ છે. આ આ કાંખ ઘોડીને‍
સ્થાપિત કરીને બે વર્ષ પૂરા થયા નિમિત્તે તથા વિશ્વ અપંગ દિનની ઉજવણીના ભાગરૂપે આજે સંસ્થાના લાભાર્થીઓ માટે એક ચિત્ર હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મનો દિવ્યાંગ બાળકોએ વિવિધ પ્રકારના ચિત્રો દોરી તેમાં રંગ પૂર્યા હતા શ્રેષ્ઠ આઠ ચિત્રોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા .વૃક્ષો વાવો, ફૂલ, માછલી ,કાચબા ,રાષ્ટ્રધ્વજ, કુદરતી દ્રશ્યો ,જેવાં ચિત્રો દોરી બાળકોએ તેમનામાં છુપાયેલી એબિલિટી ના દર્શન કરાવ્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •