વર્લ્ડ ડિસેબલ ડે – અને સ્વ. દેવ આનંદની નિર્વાણ દિવસ – 3 ડિસેમ્બરનાં રોજ શ્રી બંકિંમ પાઠક દ્વારા યોજાશે એક અનોખો શો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

વર્લ્ડ ડિસેબલ ડે – અને સ્વ. દેવ આનંદની નિર્વાણ દિવસ – 3 ડિસેમ્બરનાં રોજ શ્રી બંકિંમ પાઠક દ્વારા યોજાશે એક અનોખો શો. આ શો વિશે ગુજરાત ના બિગ બી બંકિંમ પાઠકે જણાવ્યું હતું કે..”આ શો મારી અડધી સદીની સફર છે,જીવનમાં અપ્સ એન્ડ ડાઉન આવે છે અને જાય છે. પરંતુ મારા પ્રેક્ષકોનો આશીર્વાદ અને પ્રેમ કદી ખૂટી શકતો નથી, તે 1969 થી આજ 2019 સુધી મારા પર છવાયેલું છે. હું મારા સંગીતકારો ગાયકો (પુરુષ સ્ત્રી) એન્કર, ટેક્નિશિયનો, ઓર્ગેનાઇઝર્સ અને મારા સુંદર સંગીત પ્રેમી પ્રેક્ષકો માટે ખૂબ જ બંધાયેલો છું. સુવર્ણ વર્ષની ઉજવણીનો વિદાય પ્રદર્શન યોજવા પર મને ખૂબ આનંદ થાય છે. (મહત્વપૂર્ણ નોંધ: આ મારા જીવનનો છેલ્લો પ્રદર્શન નથી) આ મનોહર સ્થાન એટલે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર, ટાગોર હોલ પાછળ, પાલડી અમદાવાદ છે. લાંબા સમય પછી 40 સંગીતકારો સંદિપ ક્રિસ્ટાઇનની અધ્યક્ષતામાં રફી સાહેબના અમર ગીતોનું સંગીત વગાડી રહ્યા છે. અને રફી સાહેબ – લતાજી – આશાજીના રોમેન્ટિક ગીતોમાં બે સુંદર સ્ત્રી ગાયકો દક્ષા ગોહિલ અને જ્યોતિ ક્રિશ્ચિયન મારી સાથે આવશે. જે લોકો આવા સુંદર પ્રોગ્રામ ની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, તેના માટે એક વધુ આશ્ચર્ય, તે છે કે સૂરિલ ફક્ત આ શો માટે કેનેડાથી ખાસ આવે છે.
3 ડીસેમ્બર 2019 ના રોજ – વર્લ્ડ ડિસ-એબ્લે ડે અને સદાબહાર દેવઆનંદની પુણ્ય તિથિ.
સ્થળ: રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, ટાગોર હોલ પાછળ, પાલડી અમદાવાદ. સારા સામાજિક કોઝ માટે અનફર્ગેટેબલ શો માટે મારી સાથે જોડાઓ અને મને આશીર્વાદ આપો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •