રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિન નિમીત્તે ભોપાલ ગેસ દુર્ઘટના પિડિતો ને શ્રધ્ધાંજલિ અપાઇ.PLV ટીમ દ્વારા કરવામા આવેલી વિશિષ્ઠ અને નોંધનીય કામગીરી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર હેઠળ પારા લીગલ વોલ્યુન્ટીયરસ માનદ્ સેવાઓ આપે છે. પ્રતિ માસ નક્કી થતા કાર્યક્રમો મુજબ જે તે વિષય અને તારીખ વાર પારા લીગલ વોલ્યુન્ટીયરસ ને અપાતી કામગીરી મુજબ તેઓ જાહેર કાર્યક્રમો યોજે છે, રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિન તારીખ ૦૨-૧૨-૨૦૧૯ ના રોજ હોવાથી સોંપાયેલ કામગીરી મુજબ PLV શ્રી અનિલ કક્કડ અને દિનેશ દવે ના સંયુક્ત પ્રયાસો થકી જે તે દિવસે જ સેક્ટર-૬, સરકારી બગીચા, ગાંધીનગર ખાતે તેઓ દ્વારા એક જાહેર સભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા શ્રી અનિલ કક્કડ એ જે તે દિવસ ની મહતા સમ્જાવતા જણાવ્યુ હતુ કે ભારતમા ૨જી ડીસેમ્બર ના રોજ રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિનની ઉજવણી કરવામા આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટના મા મૃત્યુ પામેલા લોકોની યાદમા આ દિવસ ઉજવવામા આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટના તારીખ ૨-૩ ડીસેમ્બર ૧૯૮૪ ના રાત્રે થઇ હતી. મીથાઇલ આઇસોસાયનાઇટ નામે ઓળખાતા ઝેરી ગેસ ના લીકેજ લીધે જે તે સમયે આશરે ત્રણ લાખ માણસો અસરગ્રસ્ત થયા હતા. તે પૈકી ૨૨૫૯ વ્યક્તિઓ એ જે તે સમયે જ પોતાની જિંદગી ગુમાવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટના વિશ્વ ના ઇતિહાસ મા સૌ થી મોટી ઔધ્યોગિક પ્રદુષણ હોનારત તરીકે ગણવામા આવે છે.
તારીખ ૨જી ડીસેમ્બર ના દિવસનો હેતુ ઔધ્યોગિક આપત્તિઓ પર નિયંત્રણ અને વ્યવસ્થા કરવા માટે જાગૃતિ લાવવી, ઔધ્યોગિક ઉત્પાદન ના કારણે થતા પ્રદુષણ ને અટકાવવુ અને તેને લગતા કાયદા ઓ બાબતે લોકો સુધી તેની જાણકારી પહોંચાડવાનો છે. અવાજ, જળ, રાસાયણિક, પર્યાવરણ, પ્લાસ્ટિક વિગેરેના પ્રદુષણ નિવારણ માટે જે કોઇ ભારતીય કાયદાઓ અમલમા છે તેના વિષે શ્રી કક્કડ એ ઉપસ્થિત નાગરિકો ને સંક્ષિપ્ત મા જાણકારી આપી હતી. પ્રવક્તા શ્રી અનિલ કક્કડ ના શબ્દો અને અપાયેલ જાણકારી થી પ્રભાવિત થઇ ઉપસ્થિત નાગરિકો એ સ્વયંભૂ સ્વેચ્છા દર્શાવી પોતાના સ્થાન ઉપર ઉભા રહી ભોપાલ ગેસ દુર્ઘટના મા મૃતકો ને માટે બે મિનિટ્સ મૌન જાળવી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
અન્ય પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી દિનેશ દવે એ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર દ્વારા અપાતી સેવાઓ જેવી કી મફત કાનૂની સહાય મધ્યસ્થી, પિડિતો ને વળતર ત્થા અન્ય સેવાઓ નો ઉલ્લેખ કરી આ દિશામા કરવામા આવતી કામગીરીઓ ની વિગતો રજુ કરી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply