રાજપીપલા ખાતે પેન્શન સપ્તાહ ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો: લાભાર્થીઓને પેન્શન કાર્ડ એનાયત કરાયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

પેન્શન સપ્તાહ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન અને લઘુ વ્યાપારી માન-ધન યોજનાના વ્યાપક પ્રચાર-પ્રસાર થકી મહત્તમ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે -શ્રમ અધિકારી (ઉદ્યોગ) ડી.એમ.પારખીયા
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગાવરનું લાઇવ વેબ કાસ્ટીંગ નિહાળતા લાભાર્થીઓ
રાજપીપલા,તા 1
પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓ અને લઘુ વ્યાપારીઓની નોંધણી કરવા માટે આજે નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તા. 6 ઠ્ઠી ડિસેમ્બર સુધી પ્રારંભાયેલી પેન્શન સપ્તાહ ની ઉજવણીનો કાર્યક્રમ રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, પ્રાંત અધિકારી દિપક બારીયા, શ્રમ અધિકારી (ઉદ્યોગ) ડી.એમ.પારખીયા, શ્રમ અધિકારી (ખેતી) એસ.વી.વસાવા, બાંધકામ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર ચંદનભાઇ વસાવા, આંગણવાડીની બહેનો, વ્યાપારીઓ, શ્રમિકોની વિશાળ ઉપસ્થિતમાં યોજાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગાવરનું લાઇવ વેબ કાસ્ટીંગ પણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતુ. આ બન્ને યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પેન્શન કાર્ડ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે શ્રમ અધિકારી (ઉદ્યોગ) ડી.એમ.પારખીયાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ, નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન અને લઘુ વ્યાપારી માન-ધન યોજનાના વ્યાપક પ્રચાર-પ્રસાર થકી આ બંને યોજના હેઠળના લક્ષિત લાભાર્થીઓને મહત્તમ રીતે આવરી લેવાય તેવા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે, જેમાં રીક્ષાચાલકો, ઘરેલુ શ્રમયોગીઓ, આંગણવાડી શ્રમયોગીઓ, મધ્યાહન ભોજન શ્રમયોગીઓ, આશા શ્રમયોગીઓ, મનરેગાના લાભાર્થીઓ, શાકવાળાઓ, હાથલારી શ્રમયોગીઓ, માથોડા શ્રમયોગીઓ, હસ્તકલાના કારીગરો, કચરો વીણનાર, મોચી, દરજી, ખેત શ્રમયોગીઓ, સીમાંત ખેડૂતો, એપીએમસી માં કામ કરતાં શ્રમયોગીઓ વગેરે જેવા લક્ષિત લાભાર્થીઓને પણ આ યોજનામાં આવરી લેવાયા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, તા. ૨૨ મી જુલાઇ, ૨૦૧૯ થી અમલમાં મુકાયેલી લઘુ વ્યાપારી માન-ધન યોજના-૨૦૧૯ હેઠળ વૃધ્ધાવસ્થા સમયે પેન્શન અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો હેતુ રહેલો છે. આ યોજના હેઠળ ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવતા દુકાન માલિકો, છુટક વેપારીઓ, રાઇસ- તેલ મિલના માલિકો, વર્કશોપના માલિકો, કમિશન એજન્ટ, રીયલ એસ્ટેટ બ્રોકર, નાની હોટલના રેસ્ટોરન્ટનાં માલિક અને અન્ય લઘુ વ્યાપારીઓ કે જેમનું વાર્ષિક ટર્નઓવર રૂા. ૧.૫ કરોડથી વધુ ન હોય અને સેવીંગ એકાઉન્ટ તથા આધાર નંબર ધરાવતા વેપારીઓ લાભ મેળવી શકશે. ઉંમરના આધારે લાભાર્થીના પ્રિમિયમ સામે સરકારશ્રી તરફથી પણ તેટલા જ હિસ્સા પેટે મેચીંગ ફાળાની રકમ ભરપાઇ કરાશે. ૬૦ વર્ષ સુધી પ્રિમિયમ ભર્યા પછી લઘુતમ માસિક રૂા. ૩ હજારનું પેન્શન અને પેન્શનની પાત્રતા વખતે મૃત્યુના કેસમાં પતિ, પત્નીને ૫૦ ટકા લેખે ફેમિલી પેન્શન ચૂકવાશે જિલ્લા પ્રશાસન દ્વારા તાલુકા-ગ્રામ્ય વિસ્તારના વેપારીઓની નોંધણી માટે જે તે તાલુકા મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીઓના સહયોગ થકી કોમન સર્વિસ સેન્ટર માટે મહત્તમ નોંધણી થાય તેવા પ્રયાસો કરવામા આવશે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ ,રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply