*ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવામાં આવી.હેલ્મેટ ઉત્પાદકોનો સ્ટોક ખલાસ કરાવીને પ્રજાના કરોડો ખંખેરી ટૉપા બટકાવી દીધા.શું આ છે સંવેદનશીલ સરકાર ???- હિતેશ રાયચુરા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

” પિક્ચર અભિ બાકી હે મેરે દોસ્ત ”
રૂપાણી સરકારે હેલ્મેટ ના કાયદામાં રાહત આપી એનાથી ખુશ જરૂર થાજો,પણ હજુ આ લડત ના અમુક મુદ્દાનો પણ કાયમી હલ આવે એના માટે લડત તો ચાલુ રાખયે જ છૂટકો કેમ કે આ સરકાર લડત વિના નથી સમજતી…
પ્રજાને કરોડો રુપિયા ના ડામ આપ્યા બાદ અંતે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવામાં આવી..
હેલ્મેટ ઉત્પાદકો નો સ્ટોક ખલાસ કરાવી દીધો ને પ્રજા ના કરોડો ખંખેરી
ટૉપા બટકાવી દીધા…
આ જ છે સંવેદનશીલ સરકાર ???
જ્યારે હેલ્મેટ નો નિયમ લાગુ કરાયો અને આખા ગુજરાત ની પોલીસ ને ગલીએ ગલીએ ઉતારી ને લોકો ને રંજાડી ને કરોડો નો દંડ ભેગો કરવાનો આદેશ આ જ સવેન્દનશીલ રૂપાણી સાહેબે આપ્યો હતો ને ?
કે આવા કઠોર નિર્ણય એમના કોઈ હમસકલ આપે છે ???
C.m કક્ષા ની વ્યક્તિ ને દરેક નિયમ મા ફેરફાર કરવા જ પડે છે કેટલું શરમમજનક….???
એક પણ એવો નિયમ નથી કે જેમાં એમને ફેરફાર ના કર્યો હોય…
મોટા ઉપાડે નિયમ લાવે અને લોકો હેરાન થઈ જાય અને વિરોધ નો વંટોળ જાગે પછી પ્રજા આગળ સારા થવા થુકેલું ચાટે એવી છે આ સરકાર…
મને આજે સવારથી જ લાગ્યું હતું એ આ હેલ્મેટ નો કાયદો જાય છે કેમ કે આજે સવારથી હું જે રસ્તે નિક્ળુ છું ત્યાં બેસેલા હેલ્મેટ વાળા હતા જ નહી મતલબ કે એમને કાલે રાતે જ ખ્યાલ આવી ગયો હશે…
જ્યારે પાણી ના પાઉચ બંધ થવાના હતા ત્યારે પણ આગલા જ દિવસે દુકાનો માં 5 રૂપિયા વાળી બોટલો આવી ગઈ હતી…
મતલબ કે બધે મિલીભગત અને પિસાવાનું લોકોને…
આ નિર્ણયથી સરકારની અણઆવડત અને લોકોના ખિસ્સા માંથી પૈસા ખંખેરી લેવાની ખોરા ટોપરા જેવી નીતિ નો પર્દાફાશ થઇ ગયો છે.
પ્રજાના ઉગ્ર આંદોલન થકી સરકારે ઝૂકવું પડયું છે.
હવે પ્રશ્ન એ થાય છે કે જે લોકોના ઘરે મેમાં આવેલ અને બીકના માર્યા જે લોકો એ પૈસા ભરેલા છે અને જે ઉઘરાણા સરકારે કરેલા છે એ પૈસા પ્રજાના પાછા ક્યારે આવશે અને કરોડો રૂપિયાના હેલ્મેટ પાછળ લોકોએ પોતે પેટમાં અનાજ નાખ્યા વગર જે પૈસા ખર્ચ્યા છે તે પૈસાનું શું ?
સરકારે પ્રજા પાસેથી હેલ્મેટ પાછા લઈ લેવા જોઇએ અને પ્રજાને પૈસા પરત કરવા જોઈએ તેવી પ્રજાની ઊગ્ર રજૂઆત છે.
આંદોલન ચાલુ જ રહેશે જ્યાં સુધી લોકોએ ઇ મેમોથી પૈસા ભરેલા છે અને જે પૈસા આપેલા છે તે પૈસા લોકોને પરત આપવા પડશે અને જે લોકોએ હેલ્મેટ ખરીદેલા છે તે હેલ્મેટ ના પૈસા પણ સરકારે પરત આપવા પડશે નહીં તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવું પડશે.
જો કે સરકાર ક્યારેય કાઇ પાછું આપતી જ નથી કેમ કે જે દંડ ના કરોડો આવ્યા છે એના તો ભાગ પણ પડી ગયા હશે…
અને જેને હેલ્મેટ લીધી છે એ સાચવજો કેમ કે એ જેવી સડી જશે…ખરાબ થઈ જશે ત્યારે ફરી હેલ્મેટ નો નિયમ લાગુ થશે 2022 માં જોજો…
અને હા અંધભકતો ને ખાસ એક સલાહ છે કે દંડ ના પૈસા બચે એમાથી ડુંગળી લઈ લેજો એટ્લે તમારી ભક્તિ માં રંગ રહેશે – હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply