*ક્રિમિનલ્સે અપનાવી એવી જાદુઈ તરકીબ કે OTP વિના પણ ખાતામાંથી નાણાં સફાચટ. – ગુજરાત હાઇકોર્ટના ક્રિમીનલ એડવોકેટ ગોવિંદ મેઘાણી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

જ્યારે પણ અજાણ્યા નંબર પરથી કોલ આવે અને શંકા જાય તો સામેવાળાને વાતોમાં ભોળવીને કે ખોટી માહિતી આપી કન્ફ્યુઝ કરી દેવા જોઇએ હંમેશાં મોબાઇલ અને વિવિધ એપમાં સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઇએ મોબાઇલમાં લાઈસન્સ વર્ઝનવાળા એન્ટિવાયર કે એન્ટિ માલવેર અપડેટ રાખવા જોઇએ અજાણી લિંક પર ક્યારેય ક્લિક કરવી નહીં કારણ કે ક્લિક કરવાથી મોબાઈલમાં રહેલો ડેટા હેકરો દ્વારા હેક કરી લેવામાં આવતા હોય છે ડિજિટલાઇઝેશનના આ યુગમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. અવનવી તરકીબ અપનાવી ડિજિટલ ક્રાઇમને અંજામ આપતા સાયબર ક્રિમિનલ્સ દિનબદિન વધુ અપડેટ થઇ રહ્યા છે તો પોલીસ આ આધુનિક ક્રાઈમ સામે ધરાર લાચાર પુરવાર થઇ રહી છે. અત્યાર સુધી એટીએમ હેકિંગ, એટીએમ, ક્લોનિંગ, ટેલિફિશિંગ કે બેંક ઓફિસરના નામે ઓટીપી માંગી બેંક એકાઉન્ટ સફાચટ કરી નાંખતા ભેજાબાજોએ હવે ઓટીપી માંગ્યા વગર ફ્રોડ કરવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે.
*પહેલા ભેજાબાજો* બેંકના ઓફિસર તરીકે કોલ કરી કેવાયસી અપડેટ કરવાના બહાને કે એટીએમ કાર્ડ-ક્રેડિટ કાર્ડ બ્લોક થઇ ગયો હોવાનું કહી પીન નંબર અને બાદમાં મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી વન ટાઈમ પાસવર્ડ લઇ બેંક એકાઉન્ટના પાવર હસ્તગત કરી બારોબર બેંક બેલેન્સ ઝીરો કરી નાંખતા હતા
*છેલ્લા પાંચેક વર્ષમાં ભેજાબાજો* આ રીતે સંખ્યાબંધ લોકોની બેંકમાં મૂકેલી બચત ઓહિયા કરી ગયા છે. ઓટીપી માંગી બેંક એકાઉન્ટ હેક કરવાના આ બનાવો સામે પોલીસ માથું ખંજવાળી રહી છે ત્યારે હવે ભેજાબાજો ઓટીપી માંગ્યા વગર પોતાના મનસૂબા પાર પાડી રહ્યા છે.
લોન કે જોબની ઓફર કરી વ્યક્તિને વિશ્વાસમાં લીધા બાદ મોબાઇલ પર મેસેજ સાથે લિંક મોકલવામાં આવે છે આ લિંક પર ક્લિક થતા જ મોબાઇલના એક્સેસ પાવર ભેજાબાજ પાસે આવી જાય છે આ રીતે મોબાઇલના પર્સનલ ડેટાની સાથોસાથ બેંક ડિટેલ્સ થકી ભેજાબાજો બેંકમાંથી નાણાં બારોબાર ટ્રાન્સફર કરી ગુનાને અંજામ આપી રહ્યા છે
*surat mitra news editor-vinod meghani 9898076000*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply