*અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર હવે દરેક BRTS સ્ટેશનો પર મળશે મહત્વપૂર્ણ સુવિદ્યા*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

AMCનો માય બાઇક પ્રોજેક્ટ ફેલ ગયા બાદ ફરી તે પ્રોજેક્ટને અમલમાં મૂકવાની સોમવારે જાહેરાત કરી છે. સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલપમેન્ટ લિ. દ્વારા શહેરના સ્ટેશનો, બજારો, કચેરીઓ, શાળાઓ, રહેણાંક વિસ્તાર, બગીચા સહિત અન્ય સ્થળોએ શહેરીજનોને સરળતાથી સાયકલ મળી રહે તે માટે માય બાઇક પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે.
અગામી ત્રણ મહિનામાં શહેરમાં ૧૦૦૦થી વધુ સાયકલો મૂકાશે જ્યારે છ મહિનામાં ૫૦૦થી વધુ ઇ-સ્કૂટર મૂકાશે જેમાં નિર્ધારિત ફી ભરીને શહેરીજનો તેનો ઉપયોગ કરી શકશે. એક સ્થળેથી સાયકલ કે બાઇક લઇ અન્ય સ્થળે જઇ શકાશે પછી ત્યાં જ બાઇક કે સાયકલ છોડી શકાશે.
સ્માર્ટ સીટી કંપની દ્વારા જણાવ્યું છે કે, માય બાઇક પ્રોજેક્ટ માટે અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અંદાજે ૨૦૦ જેટલા સ્ટેશન ઉભા કરાશે. જેમાં સાયકલ અને ઇલેક્ટ્રીક સ્કૂટર પાર્ક કરી શકાશે. ઇ-સ્કૂટરને ચાર્જ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.હાલમાં બે ખાનગી ઓપરેટરો માઇબાઇક અને ૨૪ઠ૭ સિસ્ટમ ચલાવવાની પરવાનગી અપાઇ છે. અમદાવાદના નાગરિકોના હીતમાં પબ્લીક બાઇસિકલ સિસ્ટમ પ્રણાલીને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરાયો છે. શહેરમાં ટ્રાફિક ઘટાડવામાં અને વાયુ પ્રદુષણ ઓછુ કરવામાં આ સિસ્ટમ મહત્ત્વનો ભાગ ભજવશે
**********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply