ભાવનગર ના કવિયત્રી અંજના ગોસ્વામી “અંજુમ આનંદ” ની રચના ગુજરાતી ગઝલ સમ્રાટ મનહર ઉધાસ ના નવા આલ્બમ “અફલાતૂન” માં શામેલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ભાવનગર ના કવિયત્રી અંજના ગોસ્વામી “અંજુમ આનંદ” ની રચના ગુજરાતી ગઝલ સમ્રાટ મનહર ઉધાસ ના નવા આલ્બમ “અફલાતૂન” માં શામેલ.

ગુજરાતી ગઝલ ના જાણીતા ગઝલ ગાયક અને ખૂબ જ જાણીતું નામ મનહર ઉધાસ અને તેમના ગાયિકી ના ૫૦ વર્ષ પૂર્ણ થયે તેમના નવા ગઝલ ના આલ્બમ “અફલાતૂન” માં 2 મહિલા કવિ ની રચના શામેલ કરી છે અને જેમાં થી એક છે ભાવનગર ના નવોદિત કવિયત્રી અંજના ગોસ્વામી “અંજુમ આનંદ”.
ભાવનગર સાથે મનહર ઉધાસ નો ખુબ જૂનો નાતો રહ્યો છે અને આ પહેલા પણ ભાવનગર ના જાણીતા કવિઓ ની રચના ને પોતાના આલ્બમ માં સ્થાન આપી ચુક્યા છે. અંજના ગોસ્વામી ની રચના તેઓ દ્વારા ભાવનગર માં ચાલતી બુધસભા માં પ્રસ્તુત કરતા રહે છે. આ ઉપરાંત સામયિકો તથા અલગ અલગ માસિક પત્રિકાઓ માં પણ પ્રિન્ટ થઈ ચૂકી છે.

મનહર ઉધાસ ના આ નવા આલ્બમ “અફલાતૂન” નું વિમોચન તાજેતર માં ભાવનગર ખાતે તા.3 નવેમ્બર ના રોજ શહેર ના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ખીચોખીચ પ્રેક્ષકો અને સમાજ ના અગ્રણીઓ ની હાજરી માં યોજાઈ ગયો. આ કાર્યક્રમ માં પણ મનહર ઉધાસ દ્વારા અંજના ગોસ્વામી ની ગઝલ ગાવા માં આવી હતી.
થોડા દિવસો માં આ ગઝલ આપને સોસિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સાંભળવા મળશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •