*અમદાવાદના યાત્રિકનો આઇ ફોન-૭ એપલ ફોન-૭ કીં.રૂ.૭૦,૦૦૦/- નો ગણતરી ની મિનિટો માં શોધી આપી અને પરત અપાવતી દ્વારકા પોલીસ*સંજીવ રાજપૂત.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અત્રે અખબાર યાદીથી જનવવાનુ કે *ખુશ્બુબેન નારણભાઇ જાની* ઉ.વ.૨૬,ધંધો:-પ્રા.નોકરી,રહે:-ઇસ નપુર,અમદાવાદ વાળા,અત્રે તેમના ઘર પરિવાર સાથે દ્વારકા ખાતે ફરવા આવેલ હતા દરમ્યાન આજરોજ તા. ૧૦/૧૧/૧૯ ના રોજ તેમનો આઇફોન- ૭ મોબાઇલ કી.રૂ, ૭૦,૦૦૦/- નો કયાંક પડી જતા તેઓ દ્વારકા પોલીસ સ્ટેશને આવતા રજુઆત કરતા *દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર*
*શ્રી.વી.વી.વાગડીયા.સા.એ તેઓને વ્યવસ્થીત સાંભળી અને સાંતવના આપી* બાદ પોલીસ ઇન્સ્પેક્ટ શ્રીએ પો.સ્ટાફના એ.એસ.આઇ.
*શકિતરાજસિંહ જાડેજા* તેમજ અન્ય સ્ટાફને કવીક કાર્યાવાહી કરવાનુ
કહેતા તેમજ પોલીસ ઇન્સપેકટર શ્રીએ અગંત રસ લઇ અને તેમનો મોબાઇલનુ લોકેશન ટ્રેસ કરાવતા
સદરહુ મોબાઇલનુ લોકેશન રબારી ગેઇની અદંરનુ આવતુ હોય આથી દ્વારકા પોલીસે ત્યા તાત્કાલીક દોડી જઇ અને પેસીફીક લોકેશન ટ્રેસ કરતા સદરહુ મોબાઇલ એક ખાનગી ટ્રાવેલ્સની શીટ નિચેથી મળી આવેલ આમ અરજદારનો જે મોબાઇલ ફોન બસમાં પડી ગયેલ તે મોબાઇલ શોધી આપી અને
તેમની અમાનત તેમને અપાવેલ છે.

*આ પ્રશંશનીય કામગીરી દ્વારકા પોલીસ ઇન્સપેકટર શ્રી વી.વી.વાગડીયા સાહેબ તેમજ*
*એ.એસ.આઇ. શકિતરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ.રવીરાજસિંહ તેમજ અન્ય સ્ટાફ એ કરેલ છે* અને
આ કવીક કાર્યવાહી કરી આઇફોન- ૭ મોબાઇલ કી.રૂ, ૭૦,૦૦૦/- નો પરત આપાવવા બદલ
*ખુશબુબેન.નારણભાઇ જાનીએ દ્વારકા પોલીસ સ્ટેશનનો આભાર વ્યકત કરેલ*

*(વી.વી.વાગડીયા)*
*પોલીસ ઇન્સપેકટર*
*દ્વારકા પોલીસ સ્ટેશન*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •