🎯 સૃષ્ટિ. 🎯*તૃપ્તિ ત્રિવેદી “તૃપ્ત”*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

🎯 સૃષ્ટિ. 🎯

લીલાછમ મધુવનમાં લહરાતી આ સૃષ્ટિ,
ગ્લોબલને લીધે જો ભૂંસાતી આ સૃષ્ટિ.

મૂંગા મૂંગા જોવે છે આ ખીલેલા ફૂલો,
ઓઝોન સ્તરે સંકોચાતી આ સૃષ્ટિ.

વાદળ વરસ્યા સ્પર્શયા જ્યારે ધરતીને!!
કૃત્રિમ વરસાદે પણ હરખાતી આ સૃષ્ટિ.

ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં બ્રેકીંગન્યુઝે,
વારે વારે કેવી બદલાતી આ સૃષ્ટિ ?

ચન્દ્રની ધરતીનો સોદો થ્યો ઓનલાઈન,
કાં’ અબળાની માફક આ વેચાતી આ સૃષ્ટિ?.

*તૃપ્તિ ત્રિવેદી “તૃપ્ત”*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •