: શિક્ષક નો સંકલ્પ : સુભાષ સોનગ્રા

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

એક શિક્ષક તરીકે આજના વાલીઓને એક નાનો એવો પ્રશ્ન
શું તમે ક્યારેય પણ તમારા બાળકને ડોક્ટર પાસે લઈ ગયા છો ?
બધા વાલીઓનો એક જ જવાબ હશે હા .
ડોક્ટર જયારે તમારા બાળકની સર્જરી કરે ત્યારે ક્યારેય તમે ડોક્ટરને કીધું કે સાહેબ મે ક્યારેય મારા બાળકને હાથ નથી લગાવ્યો તો તમે એને ઇંજેક્શન શા માટે આપો છો ?
બધાનો જવાબ ના માં જ હસે,
કારણ કે બધા ને ખબર છે કે ડોક્ટર જે કરે છે તે તમારા બાળક માટે સારું પરિણામ આવે અને જલ્દીથી નોર્મલ થાય તે માટે કરે છે,
તો પછી બસ તમારા બાળકને તમે જે શાળામાં ભણવા મોકલો છો ત્યાં પણ તમારા બાળકને ભણાવતા શિક્ષક પણ એ જ કરે છે જે તમારા બાળક માટે સારું પરિણામ લાવી શકે અને સમાજમાં એક શ્રેષ્ઠ વ્યક્તિ બને,
હા હું માનું છું કે શિક્ષકને તેની અમુક મર્યાદામાં રહી ને કામ કરવાનું હોય છે પણ જો ક્યારેક કોઈ શિક્ષક તમારા બાળકને વઢે અથવા થોડુક મારી પણ લે તો તમે લોકો કઈ પણ વિચાર્યા વગર એ શિક્ષકની ફરિયાદ કરવા શાળાએ પહોંચી જાવ છો
પણ શિક્ષકની ફરિયાદ કરતા પહેલા તમે એ વિચારો છો કે એ શિક્ષકને એવું શા માટે કરવું પડ્યું?
ચાલો આ પ્રશ્નનો જવાબ પણ આપી દવ,
એક નાની વાર્તા યાદ આવે છે કે કોઈ મૂર્તિકાર જયારે પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે ત્યારે તે ફક્ત પથ્થરમાં રહેલો નકામો ભાગ બહાર કાઢી લે છે અને એક શ્રેષ્ઠ મૂર્તિ બહાર આવે છે પણ એ મૂર્તિને બહાર કાઢવા માટે મૂર્તિકારને પથ્થરને હથોડી વડે ટીપવી પડે છે,
બસ આ જ કાર્ય તમારા બાળકને ભણાવતા શિક્ષક કરે છે, બાળકમાંથી એક શ્રેષ્ઠ વ્યક્તિ બહાર લાવવા એને ક્યારેક કડક થઇને પગલાં લેવા પડે છે,
અંતમાં એટલું જ કહીશ કે તમે જેટલો વિશ્વાસ તમારા બાળકના ડોક્ટર પર રાખો છો એટલો જ વિશ્વાસ બાળકને ભણાવતા શિક્ષક પર રાખો પરિણામ શ્રેષ્ઠ જ આવશે…
નમસ્તે…🙏🏻

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •