*શાકભાજીમાં ભેળસેળથી કેવી રિતે થાય છે નુકસાન*

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

*શાકભાજીમાં આ રીતે થાય છે નુકસાન*
મોટાભાગની વસ્તુઓમાં લીલા રંગની મીલાવટ થાય છે. તેમાં મેલાકાઇટ ગ્રીન નામનું એક કેમિકલ હોય છે. તે લોહીમાં એકઠું થતું રહે છે. એક મર્યાદા પછી તે શરીરના કોષ ને વિકૃત કરવાનું શરૂ કરે છે. તેનાથી ટ્યૂમર અને કેન્સર થઈ શકે છે.આ જ રીતે લાલ રંગ માટે રોડામાઇન, પીળા રંગ માટે ઓરમાઇન રંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્રણેય રસાયણો લિવર, કિડની, હૃદય માટે હાનિકારક છે તેના પરિણામે હૃદયની ગતિ અનિયમિત થવા લાગે છે. કિડની અને લિવર પણ ખરાબ થાય છે. તેના નુકસાનથી બચવા માટે ફળ અને શાકભાજીને કલોરિનના પાણીમાં બરાબર ધોઈ ઉપયોગમાં લેવા જોઈએ.થોડા સમય પહેલા એફએસડીએની ટીમે દિલ્હીમાંથી ખતરનાક રંગવાળા શેકેલા ચણાનો જથ્થો પકડી પાડ્યો હતો. આશરે 400 ક્વિન્ટલ ચણા સ્થળ પરથી જપ્ત કરાયા હતા. આ ચણાને ઓરામાઈન રંગથી રંગવામાં આવ્યા હતા. આ ચણાની પરખ કરવા માટે તેને પાણીમાં એક કલાક સુધી પલાળી રાખવામાં આવ્યા તો પાણીનો રંગ પીળો થઈ ગયો. શાકભાજીમાં થતા લીલા રંગની મિલાવટ વિશે જાણવા માટે રૂને પાણી અથવા તેલમાં પલાળીને મરચાં, પરવળ અથવા ભીંડાના બહારના ભાગ પર ઘસવું. જો રૂનો રંગ લીલો થાય તો સમજી લેવું કે તેના પર કલર કરવામાં આવ્યો છે. લીલા વટાણાને બ્લોટિંગ પેપર પર રાખવાથી તેના પર કૃત્રિમ રંગ તરી આવે છે. આ સિવાય કાચનો એક ગ્લાસ પાણીથી ભરવો અને તેમાં વટાણાને અડધો કલાક માટે છોડી દો આમ કરવાથી તેમાં રંગ દેખાવા લાગશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •