મારા હ્ર્દયનાં ધબકાર, તારું રટણ નહી રોકી શકે ! *તૃપ્તિ ત્રીવેદી ” તૃપ્ત “*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આપણી બધી જ આશાઓ
અને સપના,
એકસાથે પુરા થાશે.
હું તને કદી નિરાશ નહીં કરું!
હું હંમેશા સમયનાં અંત સુધી
તારી સાથે જ રહીશ.
પ્લીઝ ,
તુ મને સમજજે હો.
આપણાં આ, અર્થપૂર્ણ પ્રેમને
હું સુંદર સપનાની જેમ
સાકાર કરીશ,
જો તારો સાથ હશે તો.
જેવી રીતે હું વરસાદની પડતી બુંદને ન રોકી શકુ ,
એમ હું
મારા હ્ર્દયનાં ધબકાર,
તારું રટણ નહી રોકી શકે !

*તૃપ્તિ ત્રીવેદી ” તૃપ્ત “*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •