*ધવલસિંહને લાગ્યો ઝટકો ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગી*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાજપે માલપુર ખાતે ૧૫૦ કોંગ્રેસીઓને ખેસ પહેરાવી કોંગ્રેસમાં ગાબડું પાડતા કોંગ્રેસે પણ ભાજપના કાંગરા ખેરવતા હોય તેમ પ્રદેશ નેતા અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરની ઉપસ્થિતિમાં શિસ્ત બદ્ધ પાર્ટી ગણાતી ભાજપના ૧૫૦ થી વધુ કાર્યકરોએ કેસરિયો છોડી પંજાનો હાથ પકડાતા કોંગ્રેસે જાણે હિસાબ સરભર કરી લીધો હોય તેમ કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપમાં ગાબડું પાડતા ઉત્સાહિત બન્યા હતા ભાજપમાં ધમાચકડી મચી ગઈ હતી અને કોંગ્રેસ વધુ ગાબડાં ન પાડે તે માટે ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે.
*150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા*
વિજયાદશમી પર્વના દિવસે કોંગ્રેસના ઉમેદવાર જશુ ભાઈ પટેલના કાર્યાલય નો પ્રારંભ શક્તિ પ્રદર્શન સાથે કર્યો હતો કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અને જીલ્લાના કોંગ્રેસી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૧૫૦ થી વધુ કાર્યકરો ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના આગેવાનોએ તમામ કાર્યકરોને આવકાર્ય હતા ભાજપના ૧૫૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •