તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’* કઇ વાતથી તૂટી પડી કોને કહું!, કારણ હજી જડતું નથી, કોને કહું.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’*
કઇ વાતથી તૂટી પડી કોને કહું!,
કારણ હજી જડતું નથી, કોને કહું.

સંજોગ પણ ક્યારેક એવા હોય છે ,
શાને કર્યું મગનું મરી કોને કહું ?

થોડી કહેલી વાત ફેલાણી વધું,
જે મોણ નાખીને વધી ! કોને કહું.

મારી કશી પરવા નથી લ્યો કોઈને ,
મારી વ્યથા સૌને ગમી , કોને કહું.

બંને તરફથી કઈ મળ્યું ના ‘તૃપ્ત’ ને,
હું દોસ્ત કે દુશમન પછી કોને કહું?.

*તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •