ટ્રાન્સફોર્મ્ડ –

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

ટ્રાન્સફોર્મ્ડ –
માત્ર જીવનસાથી રુપે જ નહીં, બે ભિન્ન કલાસાધક તરીકે પણ અમારા સહપ્રવાસને લગભગ એક દાયકો થયો.# ટ્રાન્સફોર્મ્ડ આ સહયાત્રાનો જ વિસ્તાર છે. ચાહે એ વિષયવસ્તુ હોય, માદધ્યમ હોય કે પ્રક્રિયા અમારા બંનેનો અમારી કલા પ્રત્યેનો અભિગમ સાવ જ અલગ છે. અમે એકબીજાની વિચારયાત્રાના સાક્ષી છીએ અને એટલે જ આ શો માત્ર શો ન બની રહેતા અમારી વૈચારિક ભિન્નતાની રજૂઆતનો ઉત્સવ છે.

રાકેશ પટેલ
મારું કામ મારી અનૂભુતિ છે. અહીં મેં મારા શહેર અમદાવાદને હું જે રીતે સંવેદી રહ્યો છું એ રીતે રજૂકરી રહ્યો છું. એકબીજાંથી આગળ નીકળી જવાની હરિફાઈમાં આપણે ખરેખર કદાચ ક્યાંય જઈ રહ્યા નથી.
એક કલાકાર તરીકે મને મનવીય સંવેદના, પ્રકૃતિમાં રહેલી ભિન્નતા જેવા વિષયો પર કામ કરવું ગમે છે. મારા ચિત્રોમાં મેં જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ દર્શાવ્યું છે જેમાં વધતાં જતા શહેરીકરણે પર્યાવરણને કરેલાં નુકસાન અને તેના લીધે થતી જનજીવન પર અસરની વાત છે. કુદરત આપણા લીધે નહીં પણ આપણે કુદરતના લીધે છીએ. આ રજૂઆત માટે મેં લાકડું, તાંબાના વાયર, સ્ટેનલેસ સ્ટીલ અને કમ્પ્યુટર સર્કીટ જેવી વસ્તુઓનો ઉપયોગે મારા કામને એક અલગ જ ઓળખ આપી છે.

રોમા પટેલ
કલા અજાણ્યા વિશ્વનું જોખમ છે અને એ માત્ર સાહસિકો જ ખેડી શકે.
– માર્ક રોથકો
મારી કલાયાત્રા મારા મનોમંથનને વ્યક્ત કરે છે. એક એવી પ્રક્રિયા જેમાં તેજસ્વી રંગોના પડ અને રુપ ક્યારેક અનાયાસે તો ક્યારેક આયાસપૂર્વક રચાયા છે. મારા માટે એ બાળસહજ કૂતુહલ અને અનૂભુતિસભર ધ્યાન- meditation છે. રંગો અને આકાર મારા ચિત્રોના અવકાશમાં ઉભરે છે, ઉપસે છે અને ભળી જાય છે. આ આખી ય મથામણમાં હું ક્યારેક ખોવાઈ જાઉં છું તો ક્યારેક મને જ જડી જાઉં છું. જે મારી કલાને વધુ રસપ્રદ બનાવે છે.
‘ પેઈન્ટિંગ સ્વની ખોજ છે. દરેક સારો ચિત્રકાર એ પોતે જે છે તે જ બનાવે / દોરે / ચિતરે છે. ‘

-જેક્સન પૉલોક

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •