ટ્રાન્સફોર્મેશન ઓફ એસપીરેશન ડીસ્ટ્રીક પ્રોગ્રામ નર્મદાને કુપોષણમુક્ત બનાવવાનું અભિયાન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

નર્મદા જિલ્લામાં ફોર્ચ્યુન સુપોષણ દ્વારા કુપોષણથી પીડિત 569 ગામોમાં 590,297 લોકોના જીવનમાં સુધારા કર્યા.

ચાલુ વર્ષે ત્રણ હજારથી વધુ બાળકો કુપોષણ મુક્ત બન્યા.

રાજપીપળા, તા. 10

નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો હોય જિલ્લામાં કુપોષણનું પ્રમાણ વધારે હોય સરકારે નર્મદા જિલ્લાની કુપોષણમુક્ત બનાવવાનું અભિયાન આદર્યું છે. જેમાં ટ્રાન્સફોર્મેશન ઓફ એસપીરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ નર્મદાને કુપોષણમુક્ત બનાવવાનું અભિયાન સરકારે આદર્યું હોય જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ફરજો પોષણ દ્વારા કુપોષણથી પીડિત 569 ગામોમાં જઈને સર્વે કરી કુપોષણનો શિકાર બનેલા બાળકો મહિલાઓ અને અન્ય પીડિતો મળીને છેલ્લા પાંચ વર્ષમાં 590,397 જીવનમાં સુધારો કર્યો છે.
નર્મદામાં ફોરચુનર પોષણ પ્રોજેક્ટ હેઠળ પાયાના સ્તરે કામ કરે છે જેમાં નર્મદા જિલ્લામાં ફોર્ચ્યુન સુપોષશ પ્રોજેકટના અમલીકરણ દ્વારા પાંચ વર્ષમાં સમગ્ર જિલ્લા નર્મદા જિલ્લાને સુપરત કરવા જૂન 2018 માં અદાણી ફાઉન્ડેશન ગુજરાત .સરકાર સાથે કરાર કર્યા હતા.
નર્મદા જિલ્લામાં ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ 569 ગામ ના 590291 લોકોને આવરી યોગ્ય માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડીને સુપોષણ લક્ષી કાર્યો દ્વારા તંદુરસ્તી જીવન જીવવા સહાયક બની છે અને અગસ્ત પરિવારોને સમુદાયના સ્તરે માર્ગદર્શન અને સહાય તરીકે કામ કરે છે. તેમ જેમ આંગણવાડીઓને પણ આવરી લેવામાં આવે છે. સપ્ટેમ્બર પ્રારંભ કરાયો ત્યારથી 3000થી વધુ બાળકોનું જીવન સુધારવામાં સહાય થઈ છે અને તેમની ઉપસ્થિતિ કુપોષણમાંથી સુધરીને તંદુરસ્ત બની છે.
અતિશય તીવ્ર કુપોષિત એવીને બહેનોને સાધારણ કુપોષિત તાપમાન પરિવર્તી કરાઇ જેમાં રિતિકા ગોપાલભાઈ વસાવા અને કિંજલ ગોપાલભાઈ વસાવા ના સુરમાબેન ગોપાલભાઈ વસાવા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કમોડીયા ગામના નિવાસી છે. આ ગૃહિણીની ઘરે કામ કરવા ઉપરાંત રોજબરોજનું ખેતીનું કામ કરે છે, અને તેમના પતિ રોજમદાર તરીકે મજૂરી કરે છે, તે કાચા મકાનમાં રહે છે, અને સંયુક્ત પરિવાર ધરાવે છે. તેમને બે દીકરીઓ રિતિકા અને કિંજલ છે.
સુપોષણ સંગીની એ લીલાબેન લીધેલી ગામની મુલાકાત દરમિયાન એનથ્રોપોમેન્ટ્રી (માનવ અંગેના કદ અને ઊંચાઈ ની તપાસ )ની માપણી કરી કરાઈ હતી. જેમાં વજન, ઊંચાઈ અને એમયુએસસી ની વિગત ની લેવામાં આવી હતી. રિતિકા નું એમયુએલએસસી 10 સેમી હતું.જ્યારે કિંજલ નું વજન ઓછું 10 કિ.ગ્રામ હતું. આ બંને બાળકો અતિ તીવ્ર કુપોષણના દરજ્જામાં આવતા હતા, અને સંગીની લીલાબેને સૂચવ્યું હતું કે બંને બાળકોને સારવાર માટે સરકાર દ્વારા સંચાલિત એનઆરસુ (નુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટર)દાખલ કરવા જોઈએ. પરંતુ સારવારનો ગાળો બે સપ્તાહનો હોવાથી બાળકોને દાખલ કરવા માટે તૈયાર થતા ન હતા કારણ કે આ ગાળા દરમિયાન તે રોજનું ગુમાવવું પડે તેમ હતું અને પરિવારને મોટી નાણાકીય ખોટ પડે તેમ હતી ત્યારે તેમને સારવાર લેવા ના મહત્વ અંગે તથા એનાથી ખાતે આપવામાં આવતી સારવાર અંગે અને સરકાર દ્વારા અપાતી નાણાકીય સહાય અંગે પણ સમજ આપવામાં આવી હતી આથી સુષ્માબેન અને તેમના પતિ બન્ને બાળકો કોને દાખલ કરવા માટે સંમત થયા હતા.
નર્મદા જિલ્લામાં વિસ્તરણ સાથે સુપોષણ 360050 થી વધુ પરિવારો સુધી પહોંચ્યું છે અને 21000 અતિકુપોષીત બાળકો નું સામાન્ય તંદુરસ્ત બાળકો માં રૂપાંતર કર્યું છે. તેમ અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર સ્ટ્રેટેજી અને સસ્ટેને બીલીટી) શુષમાં ઓઝા જણાવ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •