*ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા પરેશ ધાનાણીએ દારૂ પર કર્યુ ટ્વીટ*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવા નિવેદનો કર્યા બાદ વિવાદ વકર્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાએ દારૂ પર ટ્વીટ કર્યુ છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યુ કે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે રાજ્ય સરકાર ગાજી રહી છે. સાથે જ ધાનાણી લખ્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં અઢિસો કરોડનો દારૂ પકડાવીને તેમજ મળતીયાઓ મારફતે 25000 કરોડથી વધારેનો માલ ગામે ગામની ગલીમાં ઠાલવીને ગાંધીને ગુજરાતને ઝુમતું બનાવ્યું છે હેશટેગ ગુજરાત બચાવો અભિયાન સાથે પરેશ ધાનાણીએ છેલ્લાં બે વર્ષમાં પકડાયેલા વિદેશી દારૂની વિગત આપતી માહિતીવાળું કોષ્ટક પણ ટ્વીટ સાથે રજૂ કર્યુ છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •