*ગાંધીનગર રૂપાલની પલ્લીમાં રૂ. 20 કરોડથી વધુનાં 4 લાખ કિલો ઘીનો ચઢાવો*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં આ વખતે અંદાજે 20 કરોડનું ચાર લાખ કિલો ઘી ધરાવાયું હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું છે. આ પલ્લીમાં 10 લાખથી વધુ લોકોએ ઘીનો અભિષેક કર્યો હોવાનો અંદાજ છે માતાના જયઘોષની સાથે શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો, જેને કારણે ગામની શેરીઓમાં જાણે ઘીની નદીઓ વહેતી થઈ હતી. આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થઈ હતી. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડાં અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •