ગાંધીનગર જિલ્લા કોર્ટ ખાતે નિર્માણ પામેલા ’ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ’ નું લોકાર્પણ સુપ્રિમ કોર્ટના જજશ્રી એમ.આર.શાહ અને ગુજરાત હાઇકોર્ટના ચીફજસ્ટિસ શ્રી વિક્રમનાથના હસ્તે કરાયું.- વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગાંધીનગર જિલ્લા કોર્ટ ખાતે નિર્માણ પામેલા ’ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ’ નું લોકાર્પણ સુપ્રિમ કોર્ટના જજશ્રી એમ.આર.શાહ અને ગુજરાત હાઇકોર્ટના ચીફજસ્ટિસ શ્રી વિક્રમનાથના હસ્તે કરાયું
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રમાં સાક્ષી તરીકે મહિલા અને બાળકો હશે,
ત્યારે નિર્ભય અને મુક્ત મને પોતાની જુબાની આપી શકશે….. સુપ્રિમ કોર્ટના જજ શ્રી એમ.આર.શાહ
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

સહન કર્યું છે, તેને ન્યાય પણ મળવો જ જોઇએ : ગુજરાત રાજયમાં બે વર્ષમાં
૫ થી ૬ લાખ કેસોનો નિકાલ થયો છે… સુપ્રિમ કાર્ટના જજ શ્રી એમ.આર.શાહ
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

ગાંઘીનગર: રવિવાર: હત્યા, બળાત્કાર અને અન્ય ગુનામાં સાક્ષી તરીકે મહિલા અને બાળકો હોય ત્યારે તેઓ નિર્ભય અને મુક્ત મને પોતાની જુબાની આપી શકે, તેવી સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જિલ્લાક કક્ષાની ન્યાયાલયોમાં આ પ્રકારના ’ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ’ ( વલ્નરેબલ વિટનેશ ડીપોઝીશન સેન્ટર ) નું નિર્માણ કરવામાં આવશે. હાલમાં રાજયની પાંચ જિલ્લા ન્યાયાલયોમાં આ પ્રકારના સાક્ષી જુબાની કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેવું આજરોજ સુપ્રિમ કાર્ટ ઓફ ઇન્ડિયાના જજશ્રી એમ.આર.શાહે જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા ન્યાયાલય ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ( V.W.D.C ) નું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ આ કેન્દ્રનું સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ શ્રી એમ.આર.શાહ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજશ્રી એમ.આર.શાહે વઘુમાં જણાવ્યું હતું કે, બળાત્કાર, હત્યા અને અન્ય ગુનામાં મહિલાઓ અને બાળકો સાક્ષી હોય છે, ત્યારે તેઓ પોતાની સાક્ષી તરીકેની જુબાની મુક્ત મને આપી શક્તા નથી, ભય લાગતો હોય તેવું તેમના ચહેરા પર લાગતું હોય છે. પરંતુ સુપ્રિમ કાર્ટે માર્ગદર્શનના આઘારે ગુજરાતની તમામ જિલ્લાકક્ષાની ન્યાયાલયોમાં આ પ્રકારનું સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર નું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારસુઘીમાં રાજયમાં સુરત, વડોદરા, ગોઘરા,
( પાનાનંબર – ૨ )

( પાનાનંબર – ૨ )

ગાંધીનગર અને અમદાવાદ ખાતે આ પ્રકારના કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આ કેન્દ્રનું ટુંક સમયમાં આરંભ થશે, તેવું પણ ઉમર્યું હતું. આ કેન્દ્રમાં સાક્ષી આપનારને કોર્ટ રૂમનો અનુભવ થતો નથી, જેથી સાક્ષી આપનાર મહિલા અને બાળકો મુકત મને સાક્ષીની ભૂમિકા અદા કરી શકે છે.
સહન કર્યું છે, તેને ન્યાય પણ મળવો જ જોઇએ તેવું કહી જજશ્રી એમ.આર.શાહે જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષના ટુંકા સમયગાળામાં ૫ થી ૬ લાખ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યા છે. લોકોમાં ન્યાયતંત્રમાં રહેલા વિશ્વાસની ફલશ્રૃતિ રૂપે આજે કેસો વઘતા જાય છે.
આ પ્રસંગે સુપ્રિમ કાર્ટ ઓફ ઇન્ડિયાના જજશ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથ, ગુજરાત હાઇકોર્ટના જજ શ્રી એસ.આર.બ્રહ્મભટ્ટ, જજ શ્રી આર.એમ.છાયા, ગુજરાત હાઇ કાર્ટ અને ગાંધીનગર જિલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજશ્રી વી.એમ.પાંચોલી અને ગાંધીનગર ડિસ્ટ્રીકટ જજ શ્રી આઇ.જે.વોરા એ બાળ કે મહિલા સાક્ષીની જુબાની લેવાતી વખતે રૂમમાં બાળકને રમકડા, ચોકલેટ તેમજ તેમની સંભાળ રાખતી વ્યક્તિ માયાળુ ભાવથી પ્રશ્નો પૂછી, સાચી વિગતો કેવી રીતે જાણી શકે છે, તે સમગ્ર કાર્યવાહીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કોર્ટના ડી.જી.પી શ્રી હિતેષ રાવલ, એ.પી.પી. સર્વે શ્રી જીગ્નેશ જોષી, સુનિલ પંડયા, પી.ડી.વ્યાસ તથા એ.જી.પી શ્રી વાય.એમ.ઝણસારી અને લાલસિંહ ગોહેલ સહિત ગાંધીનગર જિલ્લા કોર્ટના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •