કોઈ લખે સુંદરતાનું પ્રતીક, કોઈ ગણે રાતનો દીપ, છે બારેમાસ મારે દિવાળી, બારેમાસ ખુશ જ રહેવાનો, મને પકડવાની કોશિશ…. હેલીક….

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

મને પકડવાની કોશિશ….

મને પકડવાની કોશિશ ના કર આમ,
હું તારા હાથમાં નહીં આવવાનો,
હું આભમાં રહેતો ચાંદ છું,
બસ!આમ,જ ચમકતો રહેવાનો,
મને પકડવાની કોશિશ….
ખ્વાહિશ બની બેઠો છું બધાની,
બસ!ખ્વાહિશ જ રહેવાનો,
રાતનો રાજા છું હું ભાઈ,
રાતે જ મળવાનો,
મને પકડવાની કોશિશ….
કોઈ લખે સુંદરતાનું પ્રતીક,
કોઈ ગણે રાતનો દીપ,
છે બારેમાસ મારે દિવાળી,
બારેમાસ ખુશ જ રહેવાનો,
મને પકડવાની કોશિશ….
હેલીક….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •