કેવડીયા ખાતે દેશના વિવિધ રાજયો અને કેન્દ્ર સાશિત પ્રદેશોના ઉર્જા મંત્રીઓની બે દિવસની રાષ્ટ્રિય પરિષદનો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

દેશના દરેક ઘરને ગામને વીજળી થી જોડવાની ભારતની સિદ્ધિની દુનિયાએ નોંધ લીધી છે.. ભારત સરકારના ઉર્જા મંત્રી આર.કે.સિંઘ…

વીજ ચોરી અટકાવીને ડિસ્કોમ્સને નફાકારક બનાવવાની ગુજરાતની કામગીરીની ભારતના ઉર્જા મંત્રીએ કરી પ્રસંશા

રાજપીપલા, તા12

પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા બે વર્ષમાં ભારતે દેશના લગભગ તમામ ગામોને અને તમામ ઘરોને વીજળી થી જોડવાનું અદભુત કામ કર્યું છે એવી જાણકારી આપતાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સિંઘે જણાવ્યું કે ભારતની આ સિદ્ધિની દુનિયાએ નોંધ લીધી છે. તેમણે જણાવ્યું કે છત્તીસગઢના કેટલાક પ્રભાવિત ગામો હવે વીજળીથી વંચિત છે જેમના સુધી વીજળી પહોંચાડી દેવામાં આવશે.અમે દેશના ૨૬.૬ મિલીયન ઘરોને વીજ જોડાણ આપ્યા છે.આ વિશ્વનું વીજ વિતરણનું ટૂંક સમયમાં કરવામાં આવેલું સિંગલ લાર્જેસ્ટ એક્સપાન્શન છે.
સિંઘે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની ટેન્ટ સીટી ખાતે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જા તેમજ નવીન અને પુનરપ્રાપ્ય ઉર્જા મંત્રીઓની પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે,ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય વીજ વિતરણ કંપનીઓના સાતમા વાર્ષિક રેટિંગના અહેવાલનું વિમોચન કર્યું હતું. તેમણે માધ્યમ સંવાદમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીના યશસ્વી નેતૃત્વ હેઠળ હવે દેશ ઉર્જાના ક્ષેત્રમાં પાવર સરપ્લસ બન્યો છે. હવે દેશ એક ગ્રીડથી જોડાયો છે, લેહ, લડાખ, દ્રાસ અને કારગિલ જેવા દુર્ગમ સ્થળોએ વીજળી પહોંચી છે. દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ૧ લાખ મે.વો. વીજળીનું પરિવહન થાય છે અને પાડોશી દેશોને વીજળીની નિકાસ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે હવે પછીનું લક્ષ્ય દેશના ચારેય ખૂણાઓ સુધી ચોવીસે કલાક વીજળી ઉપલબ્ધ કરાવવાનું છે. ગુજરાત સહિત દેશના ઘણાં રાજ્યો આ સિદ્ધિની સમીપ છે.
તેમણે જણાવ્યું કે પેરિસ ક્લાઈમેટ એકોર્ડને માન આપીને અને ભાવિ પેઢી પ્રત્યેની જવાબદારી સમજીને ઉર્જા ઉત્પાદનમાં કાર્બન ફ્યુઅલ નો ઉપયોગ ઘટાડવામાં આવી રહ્યો છે. ગ્રાહકલક્ષી અને જેઓ જાતે પોતાના ઉપયોગ માટે વીજળી પેદા કરી લે છે અને જરૂરી વધારાની વીજળી ગ્રીડમાંથી લે છે એવા ક્રોસ યુઝર્સ માટે રેગ્યુલેશન્સ બનાવવામાં આવી રહ્યા છે.
ખેડૂતો પોતાની વધારાની જમીનમાં સોલાર પ્લાન્ટ્સ લગાવે,પોતાના ઉપયોગ માટે સૌર ઉર્જાનો લાભ લે અને વધારાની વીજળી ગ્રીડમાં આપી આવક મેળવે અને કાર્બન ફ્યુઅલનો વપરાશ ઘટે એ પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે.સિંચાઈ માટે ૧૦ લાખ ગ્રીડ કનેક્ટેડ સોલાર પમ્પસ,સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા ૧.૭૫ લાખ પમ્પસનું સોલારાઈઝેશન જેવા પગલાં લેવામાં આવી રહયાં છે. દેશભરમાં સ્માર્ટ પ્રિ પેઈડ મીટર્સ લગાવવાની બાબત રાજ્યો સાથે વિચારણામાં છે. તેનાથી ગ્રાહકોને અને ડિસ્કોમ્સને ઘણાં લાભો થશે. કુસુમ યોજના હેઠળ દેશના ખેડૂતોના સિંચાઈ માટેના પમ્પસને સોલારાઈઝ કરાશે અને ખેડૂતોને સક્ષમ પમ્પસ આપવામાં આવશે. દેશભરમાં સમાન વીજદર જેવા સુચનોનો અભ્યાસ કરવામાં આવી રહયો છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સ્થાપિત ક્ષમતામાં અઢી વર્ષમાં જંગી વધારો શક્ય બન્યો છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ઉર્જાની દયનિય પરિસ્થિતિની ભૂમિકા આપવાની સાથે ૨ હાઇડલ પાવર પ્રોજેક્ટ્સની સ્થાપના,સક્ષમ વીજ વિતરણ વ્યવસ્થાના આયોજનની રૂપરેખા આપી હતી.
સરદાર સાહેબને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપતાં કેન્દ્રીય ઉર્જા મંત્રીએ જણાવ્યું કે ગુજરાતે વિશ્વની ટૉલેસ્ટ પરસનાલિટીનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપમાં ટૉલેસ્ટ સ્ટેચ્યુ બનાવીને ભારતના એક અગ્રણી ઘડવૈયાને અનેરી આદર અંજલિ આપી છે. ગુજરાત રાજ્યે યજમાનના રૂપમાં આ સ્થળે ઉર્જા પરિષદ યોજવાની જે તક આપી એ અમારા માટે ગૌરવરૂપ છે.તેમણે તમામ રાજ્યો સાથે મળીને ઉર્જાના ક્ષેત્રમાં સુધારાઓનો અમલ કરે અને દેશને શુદ્ધ ઉર્જાની બાબતમાં આત્મ નિર્ભર બનાવે,ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ દ્વારા વીજ ક્ષેત્રને વિકસાવે એવો અનુરોધ કર્યો હતો.

આ કોન્ફરન્સમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રીઓ, ઊર્જા સચિવો વીજ વિતરક કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કેન્દ્રીય ઉર્જા સચિવ સુભાષચંદ ગર્ગ, નવીન અને પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રાલય (MNRE) ના સચિવ આનંદકુમાર, ગુજરાત સરકારના ઉર્જા વિભાગના વરિષ્ઠ સચિવ ગુજરાતની વિભાગીય વીજ કંપનીઓના મેનેજીંગ ડિરેકટરઓ, જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ વગેરે ઉપસ્થિત રહયાં હતાં.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •