“એક પણ લાયક જજ ન મળ્યાં.”હાઈકોર્ટે માર્ચ મહિનામાં ૪૦ પોસ્ટ માટે ભરતી ચાલુ કરી, પરંતુ જજ અને વકીલો ડિસ્ટ્રિકટ જજની પરીક્ષામાં નાપાસ થતા કોઈ પણ ઈન્ટરવ્યુ રાઉન્ટ માટે કવોલિફાઈ ન થયા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*એક પણ લાયક જજ મળ્યું નહીં ડિસ્ટ્રિકટ જજની પોસ્ટ માટે તમામ ૧૧૯ જજ નાપાસ*
તાજેતરમાં જ ડિસ્ટ્રિકટ જજની પોસ્ટ માટે પરીક્ષા લેવામાં આવી હતી. ૧૩૭૨ જેટલા વકીલોએ પરીક્ષા આપી હતી પરંતુ તેમાંથી એકેય પરીક્ષા પાસ કરી શકયા નહતો.જજ અને વકીલોના આટલા ખરાબ પ્રદર્શનને કારણે ગુજરાત હાઈકોર્ટે રિઝલ્ટ NIL દર્શાવવું પડ્યું હતું હાઈકોર્ટે માર્ચ મહિનામાં ૪૦ પોસ્ટ માટે ભરતી ચાલુ કરી હતી પરંતુ જજ અને વકીલો ડિસ્ટ્રિકટ જજની પરીક્ષામાં નાપાસ થતા કોઈ પણ ઈન્ટરવ્યુ રાઉન્ટ માટે કવોલિફાઈ નથી થયા હાઈકોર્ટના પોર્ટલ પર લેખિત પરીક્ષામાં નાપાસ થયેલા ૧૧૯ જયુડિશિયલ આઙ્ખફિસરનું લિસ્ટ આપેલું છે તેમાંથી ૫૧ જજ જૂન મહિનામાં ગુજરાતમાં જે-તે કોર્ટના હેડ કે પ્રિન્સિપાલ જજ કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરી રહ્યા હતા. નિયમ મુજબ હાઈ કોર્ટે સિનિયર સિવિલ જજને ડિસ્ટ્રિકટ જજની ૬૫ ટકા જગ્યાઓ ભરવા માટે પ્રમોટ કર્યા છે. બાકીની ૨૫ ટકા ખાલી જગ્યાઓ માટે તેમણે બારમાંથી ઉમેદવાર પસંદ કરવાના રહેશે, બાકીની ૧૦ ટકા પોસ્ટ એડિશનલ ડિસ્ટ્રિકટ જજની ફીડર કેડરમાંથી ભરવામાં આવશે. ૪૦ જગ્યામાં ૨૬ જગ્યા પ્રેકિટસ કરતા વકીલોમાંથી સફળ ઉમેદવારો દ્વારા ભરવા રહે છે. તેમાંથી ૧૪ પોસ્ટ ડિસ્ટ્રિકટ જજની હતી જેના માટે ૧૧૯ જેટલા જયુડિશિયલ આઙ્ખફિસરે પરીક્ષા આપી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •