*અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જ નિયમોના ઉડાવ્યા ધજાગરા*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

નવા મોટર વ્હીકલ કાયદા અંતર્ગત રાજ્યની પ્રજાને મસમોટા મેમા આપવામાં આવી રહ્યા છે. જો કોઇ વ્યક્તિ નિયમનો ભંગ કરે તો તેને બક્ષવામાં આવતો નથી સાથે જ તેને દંડ ભરવો પડે છે. આથી ઘણા લોકોમાં ટ્રાફિક નિયમોને લઇ જાગૃતતા પણ આવી છે. તો ત્યાં જ કેટલાક લોકો આ નિયમનો વિરોધ પણ કરી રહ્યા છે.પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું ટ્રાફિકના આ નિયમો રાજ્યના તમામ લોકો માટે એક સરખા છે? અને જો નવા કાયદામાં તમામ સામાન્ય લોકોથી અધિકારીઓને આવરી લેવામાં આવ્યા છે તો શું ટ્રાફિક પોલીસ પોતાના સ્ટાફના માણસો સાથે સેટિંગ કરે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે જ્યાં 3 પોલીસકર્મી દ્વારા નો પાર્કિંગ ઝોનમાં પોતાના વ્હીકલ પાર્ક કર્યા હતા પરંતુ ટોઇંગ વાન દ્વારા તેમના વાહનોને ટોઇંગ કરવામાં આવ્યા નહી અને બાકીના સામાન્ય લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે
********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •