🦟 *મચ્છર માટે નો એક સંપૂર્ણ નિર્દોષ અને અહિંસક ઉપાય…*હિતેશ રાયચુર. ❌🦟❌🦟❌

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

🦟 મચ્છરને ભગાવવા માટે એક *માટીનું દિવા માટે નું કોડિયુ* લેવાનું છે વાટકા જેવડું.
માટીનું વાસણ અત્યારે બજારમાં કોઈ પણ જગ્યા પર ઉપલબ્ધ હોય છે અને તે આસાનીથી મળી પણ રહે છે એટલા માટે *માટીનું જ વાસણ લેવાનું છે.*

🦟 હવે મચ્છર ભગાવવાની દવા બનાવવા માટે સૌથી પહેલા *સરસવનું તેલ* લેવાનું છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે.
જ્યારે આપણા ઘરમાં સરસવનું તેલ બળતું હોય ત્યારે એવું પણ માનવામાં આવે છે કે લક્ષ્મીજીનો સીધો વાસ આપણા ઘરમાં થાય છે.
*સરસવનું તેલ તમારે બેથી ત્રણ ચમચી લેવાનું છે.*
પછી તેમાં *એક ચમચી લીમડાનું તેલ* નાખવાનું છે.
લીમડાનું તેલ નાખ્યા બાદ તેમાં *કપૂર* નાખવાનું છે.
પરંતુ કપૂરને ત્રણથી ચાર નંગ લેવાના છે અને *કપૂરનો હાથ વડે જ ભૂકો કરવાનો છે.*
પછી ચમચી દ્વારા તેને ખુબ જ હલાવવાનું છે.
કપૂર બરાબર મિક્સ થઇ જાય ત્યાર બાદ *બે થી ત્રણ લવિંગ* લેવાના છે. તે તેલમાં નાખી દેવાના છે.

🦟 પછી તે તેલ ને આપણે દીવાની જેમ રૂ ની વાટ દ્રારા સળગાવવાનું છે.

🦟 સળગાવ્યા પછી માત્ર 5 જ મિનીટમાં તમને ખબર પડી જશે તેની અસર કેવી થાય છે.
માત્ર 5 જ મિનીટમાં બધા જ મચ્છરો ઘરમાંથી નીકળી જશે. અને 10 મિનીટ પછી ઘરમાં એક પણ મચ્છર તમને જોવા નહિ મળે.
*આ દીવામાંથી નીકળતો ધુમાડો પણ બિલકુલ નેચરલ છે તેનાથી કોઈ પણ નુકશાન નથી થતું ત્થા સંપૂર્ણ નિર્દોષ અને અહિંસક છે.*
🍃🥣🍃

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •