*સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના સર્વ દેવી-દેવતાઓનો આદર*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

સનાતન ધર્મનો ઠેકો લઈને બેઠેલા *કેટલાક લોકો* વિવાદને છંછેડવા કયારેક-ક્યારેક *અજ્ઞાનથી કે હેતુપૂર્વક અપપ્રચાર* કરે છે કે *સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના દેવી-દેવીઓને અનાદર થાય છે*.

હકીકત એ છે કે *સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ સૌથી વધુ સનાતન દેવી-દેવીઓ-અવતારોનો આદર થાય છે*.

*ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ* આપ્યો છે કે;

1) માર્ગે ચાલતા *શિવાલય, દેવાલય* આવે તો *આદરપૂર્વક દેવના દર્શન*, નમસ્કાર કરવા.

2) *વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્યને માન્ય* રાખવા.

3) કોઈ પણ *દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સંતો, વેદોની નિંદા ન કરવી*.

4) *કૃષ્ણજન્મદિન* ઉત્સવ સહીત કરવો. *સ્વામિનારાયણીય સંતો-ભક્તો નિર્જળા ઉપવાસ કરે, રાત્રે બાર સુધી ભજન* કરે, ને કૃષ્ણને માનનારા *સનાતન ધર્મીઓ* ખાઈને-પીને-મેળામાં ફરીને, *જુગાર* રમી દિવસ પસાર કરે.

5) *શિવરાત્રી* વ્રત આદરપૂર્વક કરવું. *સ્વામિનારાયણીય સંતો-ભક્તો ફરાળી ઉપવાસ* કરે, અને શિવભક્ત *સનાતન ધર્મીઓ ભાંગ* ઢીંચે.

6) *ગણેશચતુર્થીએ ગણપતિની પૂજા* કરવી. *સ્વામિનારાયણીય સંતો-ભક્તો ગણપતિ વિસર્જનના દિવસે જળઝીલણીએ નિર્જળા ઉપવાસ* કરે, અને ગણપતિના ઉપાસક *સનાતન ધર્મીઓ દારૂ ઢીંચી DJ પર ફિલ્મીગીતો પર નાચતા*-કૂદતા અપમાનજનક રીતે વિસર્જન કરે.

7) *કાળીચૌદશે હનુમાનજીની પૂજા* કરવી.

*સ્વામિનારાયણ સંપ્રદાયમાં વામન જયંતી* ( ભાદરવા સુદ બારશ )ના દિવસે *બપોર સુધી* અને *નૃસિંહ જયંતી* ( વૈશાખ સુદ ચૌદશ )ના દિવસે *સાંજ સુધી* સહુ *ફરાળી ઉપવાસ* કરે, અન્ય *કેટલા સનાતનીઓને* આની *ખબરેય હશે?*

*વર્ષમાં પાંચ નિર્જળા* ઉપવાસ સહુ કરે – *રામનવમી*, *જન્માષ્ટમી*, દેવપોઢી ( અ.સુ. ૧૧ ), જળઝીલણી ( ભા.સુ. ૧૧ ) અને દેવઊઠી ( કા.સુ. ૧૧ ). અન્ય કોણ સનાતન ધર્મીઓ કરે છે?

*ભગવાન સ્વામિનારાયણે વિવિધ મંદિરોમાં વિવિધ દેવો-અવતારો* પધરાવ્યા છે. *અમદાવાદ* અને *ભુજમાં* *નરનારાયણ* દેવ, *વરતાલમાં* *લક્ષ્મીનારાયણ* દેવ, *ધોલેરામાં* *મદનમોહન* દેવ, *જૂનાગઢમાં* *રાધારમણ* દેવ અને *સિદ્ધેશ્વર મહાદેવ*, *ગઢપુરમાં ગોપીનાથદેવ*. *આજે* પણ *દરેક મંદિરમાં હનુમાનજી, ગણપતિજી, રાધાકૃષ્ણ, સીતારામ, શંકર-પાર્વતી, લક્ષ્મીનારાયણ*, વિઠ્ઠલનાથજી, તિરૂપતિ બાલાજી, વગેરે… પધરાવવામાં આવે છે.

*અન્ય* ક્યાં *સંપ્રદાયે સ્વામિનારાયણની મૂર્તિઓ પધરાવી છે?* સ્વામિનારાયણ ભગવાનને 240વર્ષ થઇ ગયા, છતાં *હજુ કેટલો દ્વેષ, અણસમજણ, અસહિષ્ણુતા! સનાતન ધર્મનો સાચો આદર તો સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે*

ઘણા કહે છે કે *સ્વામિનારાયણીયા દેખાડો કરવા*, પૈસા ભેગા કરવા અન્ય *દેવ-દેવીઓ-અવતારોને પધરાવે છે*, તો *તમને* તેના માટે પણ *ભગવાન સ્વામિનારાયણને પધરાવતા કોણ રોકે છે?* સ્વામિનારાયણ સંપ્રદાયીઓ *અન્ય અવતારોને એટલા જ ભાવથી* ચાંદીના થાળમાં *ભોગ ધરાવે છે*, ભૂખ્યા નથી રાખતા.

*સ્વામિનારાયણીય સંતો ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, વગેરે… તમામ ગ્રંથો પર કથા-પ્રવચન-પારાયણો કરે છે. સનાતન ધર્મના મોટાભાગના કથાકાર શું સ્વામિનારાયણ ભગવાનનો શબ્દ પણ બોલે છે?* ભગવાન સ્વામિનારાયણે સનાતન ધર્મનું ઉડીને આંખે વળગે તેવું નક્કર કામ કર્યું હોવા છતાં, કોણ જાણે સ્વામિનારાયણે આપનું શું બગાડ્યું છે ? તે જ નથી સમજાતું.

*સ્વામિનારાયણ સંપ્રદાય* પ્રત્યે આજના કહેવાતા સનાતન ધર્મીઓની આટલી હદ બહારની અસહિષ્ણુતા હોવા છતાં *ક્યારેય તેમણે તમારો બધાનો વિરોધ નથી કર્યો*, બધા સાથે હળી-મળી રહે છે, તો વળી દારૂ-માંસ-ગુટખા-તમાકુ-ભાંગ ખાનારા કહેવાતા *સનાતન ધર્મીઓને વિરોધ શેનો છે* તે જ સમજાતું નથી.

વાંધો નહિ, સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા ભાગના અનુયાયીઓ પહેલા* તમારી જેમ *વિરોધીઓ જ હતા. પરંતુ યથાર્થ વસ્તુ સમજ્યા બાદ ચુસ્ત સ્વામિનારાયણીયા થયા. તેમ તમે પણ ભવિષ્યમાં સ્વામિનારાયણીયા જ થશો.*

*કંસ, શિશુપાલ, દંતવક્ત્ર, પૂતનાએ વેરભાવે શ્રીકૃષ્ણનું ભજન કર્યું, તો તેમનો ઉદ્ધાર થયો. તેમ તમે* પણ *ભગવાન શ્રી નીલકંઠવર્ણીનું વેરભાવે ભજન કરી આવતા જન્મે સંપ્રદાયમાં જ જન્મ ધારણ કરશો.*

કંઈ નહિ તો તમારા વિરોધને કારણે લોકો *અત્યારે Google પર ‘સ્વામિનારાયણ’ કે ‘નીલકંઠ’ શબ્દો સૌથી વધુ Search* કરતા થયા છે.તેનો શ્રેય તમને બધાને.

આપ સૌનો *ખૂબ ખૂબ આભાર.*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •