સાથી મનોદિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળાનાં બાળકોને સરદાર નગર યુવક મંડળ કરમસદ દ્રારા આવકાર…

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી મનોદિવ્યાંગ બાળકો ની વિશિષ્ટ શાળા બોરસદનાં મનોદિવ્યાંગ બાળકોને કરમસદ ખાતે આવેલ સરદાર નગર યુવક મંડળનાં સભ્યોના આવકાર ને માન આપી આજના દિનની ભગવાન શ્રી ગણેશ જી ની આરતી કરવા માટે બોલાવ્યા હતાં.આ બાળકોને હાથે થી આરતી કરાવી અને દરેક બાળકોને પૂજા અર્ચના કરાવી હતી.આ ઉપરાંત આ મંડળનાં બધાજ સભ્યોશ્રી તરફથી આવેલ દરેક દિવ્યાંગ બાળકોને ખુબજ પ્રેમ પૂર્વક સ્વીકાર કર્યો અને આ બાળકોને હવેથી વખતો વખત અમારાં યુવક મંડળ તરફથી કાર્યક્રમોમાં માનભેર આવકાર આપીશું એમ જણાવ્યું.આ ઉપરાંત પ્રિન્સિપાલ શ્રી હર્ષદ ભાઈએ સાથી મનોદિવ્યાંગ બાળકોની થોડી વાતચીત કરી કે આ બાળકોને શિક્ષણની સાથે સાથે અવાર નવાર સમાજમાં ઉજવવામાં આવતાં નાનાં મોટા કાર્યોક્રમોમાં પણ લઇ જાઇએ છે.જેથી કરી આ બાળકોનું યોગ્ય રીતે પુનર્વસન થઇ શકે.આ ઉપરાંત સરદાર નગર યુવક મંડળ કરમસદ તરફથી બાળકોનાં શિક્ષણ અને જમણવાર માટે રૂપિયા ૧૫૦૦ નુંરોકડ દાન આપ્યું.આ તમામ સભ્યોનો આભાર સાથી પરિવાર તરફથી શ્રી વિનોદ દાદા એ શાબ્દિક આભાર વ્યકત કર્યો છે અને વખતો-વખત આ ભગવાનનાં બાળકોને આવકાર આપજો એવી અપેક્ષા વ્યકત કરી છે અને અંતમાં આભાર આપણો સરદાર નગર યુવક મંડળ કરમસદનાં દરેક ભાવી ભક્તોનો એમ સુખદ ભાવના વ્યકત કરી.Send news on 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •