શિક્ષકોની ભૂમિકા વિધાર્થીઓને સાચી દિશા બતાવવાનું છે : સંજય વકીલ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં સ્ટડી સર્કલનાં નેજા હેઠળ ‘શિક્ષકદિન’ ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજનાં વિધાર્થીઓએ આજના દિવસે શિક્ષક બનીને ક્લાસમાં ટીચિંગ વર્ક કર્યું હતું. ત્યારબાદ શિક્ષક બનેલા વિધાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે શિક્ષક બનવુ કઠીન કાર્ય છે. કારણ કે ક્લાસમાં શિસ્ત સાથે વિધાર્થીઓને ભણાવવાનું કામ અઘરૂ છે. ૨૫ વિધાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. કોલેજનાં પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતુ કે શિક્ષકની ભૂમિકા વિધાર્થીઓને સાચી દિશા બતાવવાનું છે. સ્કૂલ કે કોલેજમાં વિધાર્થીઓનો જીવનમાં ટર્નીગ પોઈન્ટ આવતો હોય છે. જેમાં શિક્ષકનો સિંહફાળો હોય છે. કોઈપણ સમસ્યાનું સમાધાન શિક્ષક પાસે હોય છે. આજના ઇન્ટરનેટના યુગમાં ગુગલ શિક્ષકનું સ્થાન લઈ શકતુ નથી. કારણકે ગુગલ આપણને માહિતી આપે છે જ્યારે શિક્ષક આપણને જ્ઞાનની સાથે સમજણ તથા શાણપણ આપે છે. ગુરૂ વગરનો વિધાર્થી અધૂરો છે. સમાજમાં શિક્ષકનું સ્થાન સૌથી ઉચું હોય છે. કારણકે તે ઈશ્વરનું સ્વરૂપ ગણાય છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •