લ્યો કરો વાત નર્મદાના એવા પણ ઊંડાણ ના ગામો એવા ગરીબ પરિવાર છે જે લોકોને એક ટાઈમ ખાવાનું પણ નસીબ નથી થતું?

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ સમાચાર

નર્મદાના ઉંડાણના પાંચ ગામોમાં સેવાભાવી સંસ્થાઓએ અનાજ કપડાંનું દાન કર્યું.

નર્મદા જિલ્લો આદિવાસી પછાત વિસ્તાર ગણાય છે વિકાસની વાતો તો ઘણી થાય છે પણ નર્મદાના એવા ઘણા ઊંડાણના ગામોમાં એવા ગરીબ પરિવારો છે. જેમને આજે એક પણ એક ટાઈમ નું ખાવાનું નસીબ થતું નથી? નર્મદાના ઉંડાણના આવા પાંચ ગામોમાં સેવાભાવી સંસ્થાઓએ અનાજ, કપડાંનું દાન કર્યું હતું. ત્યારે આ ઘટના સામે આવી છે.
જેમાં ટાઇગર ગ્રુપ નર્મદા દ્વારા અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા નર્મદા જિલ્લાના ડુંગર વિસ્તાર ના ઊંડાણ ના ગામો મોવી, નનીચીકલી, મોટીચિકલી, દઢવાળા, હંડી આ પાંચ ગામના એવા પરિવાર છે કે જેમને એક ટાઈમ નું જમવાનું પણ નસીબ નથી થતું એવા ગરીબ પરિવારને 151 અનાજ ની કીટ અને વૃદ્ધો, મહિલાઓ, બાળાકો ને કપડાંનું દાન કરી માનવતાં વાદી કામગીરી કરી હતી. આ પ્રસંગે પ્રેમભાઈ વસાવા ટાઈગર ગ્રુપ નર્મદા અધ્યક્ષ એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ એજન્સી મેનેજર પંકજભાઈ માછી એમની ટીમ ના સહયોગથી સેવા કાર્ય હાથ ધરાયું હતું.

રિપોર્ટ: .જ્યોતિ જગતાપ, રાજપીપળા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •