રાષ્ટ્રીય કક્ષાની “નેશનલ સિમ્પોસિયમ ઓન બેઝિક & ટ્રાન્સલેશનલ રિસર્ચ ઈન કેન્સર બાયોલોજી” ઇવેન્ટ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાઇ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તાજેતર માં, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ, ગાંધીનગર દ્વારા ગુજરાત સરકાર ના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ તથા ગુજરાત રાજ્ય બાયોટેક્નોલોજી મિશન ના સહયોગ થી રાષ્ટ્રીય કક્ષા ની “નેશનલ સિમ્પોસિયમ ઓન બેઝિક & ટ્રાન્સલેશનલ રિસર્ચ ઈન કેન્સર બાયોલોજી” ઇવેન્ટ તા. ૧૧અને ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયી.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ એ એક ગાંધીનગર તેમ જ ગુજરાત રાજ્ય ની એક અગ્રણી
અને વિકસિત સંશોધન યુનિવર્સિટી છે. રાષ્ટ્રીય કક્ષા ની આ ઇવેન્ટ નો શ્રેય ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ ના પ્રેસિડન્ટ પ્રોફેસર શ્રી રાવ અને સિમ્પોસિયમ કોર્ડીનેટર ડો.સી.પાઠક ના અથાગ પ્રયત્નો અને દૂરદેંશી વિચારસરણી ની આભારી છે.

કેન્સર એ જીવલેણ રોગ છે અને તે વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. કેન્સર એ સમાજમાં એક સામાજિક આર્થિક ભાર છે. પાછલા ભૂતકાળમાં વ્યાપક પ્રયત્નો એ કેન્સર સંશોધન અને ક્લિનિકલ વિકાસ પર થયા છે, પરંતુ હજી પણ તે પડકારજનક છે.પ્રારંભિક તબક્કે કેન્સર એ નિદાન નહી થયેલા, અસમપ્રમાણ રોગ છે અને નબળા બાયમામાકર્સને કારણે આગાહી અને તેનું નિદાન કરવું પણ ખુબ મુશ્કેલ છે. કેન્સર એ તમામ રોગો માં રોગનિવારક માં નિમ્ન સફળતા દર અને ઉચ્ચ મૃત્યુદર છે. તેથી જ કેન્સર રોગ વિષે અને તેના આવશ્યક સેલ્યુલર મિકેનિઝમના જીવવિજ્ઞાન ને સમજવું અત્યંત મહત્વપૂર્ણ છે.

પ્રોગ્રામ કોર્ડીનેટર ડો.સી.પાઠક જણાવે છે કે, સિમ્પોસિયમ નો ઉદ્દેશ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, અને અગ્રણી સંશોધનો ને એક સાથે એક મંચપર લાવી ને આ પડકારોની ચર્ચા કરવા, તેમના જ્ પોતાનું જ્ઞાન અને રિસેર્ચ એકબીજા સાથે શેર કરવા અને કેન્સર જીવવિજ્ઞાન ના મૂળભૂત, અનુવાદ અને ક્લિનિકલ સંશોધનને પ્રોત્સાહન આપવાનો હતો. જે એક લેબ માં સંશોધન થઇ રહ્યા છે તે માત્ર લેબ પૂરતું માર્યાદિત ના રહે અને તે વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો સાથે પણ શેર થાય અને બીજી લેબ જોડે પણ થાય જેથી કેન્સર જેવા ભયજનક રોગો ને પ્રાથમિક સ્તરે રોકી શકવામાં બધા નો સહયોગ અને તાલમેળ મળી શકે.

આ સિમ્પોસિયમ અંતર્ગત ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડોક્ટરલ વિદ્યાર્થીઓ અને જાણીતા
વૈજ્ઞાનિકો દેશભરમાંથી અને દેશની બહાર થી પણ ભાગ લીધો હતો.
આ સિમ્પોઝિયમના મુખ્ય અતિથિ તરીકે જી.એસ.બી.ટી.એમ.ના ડો.સુભાષ સોની હાજર રહ્યા હતા, તેમણે રોગોથી બચવા માટેની બૌદ્ધિક જીવનશૈલી વિશે પોતાના મંતવ્યો શેર કર્યા હતા.ડો. યતિન વ્યાસે કિલસ્કોટ અલરીશ સિન્ડ્રોમ (KLAS) ની તેમની પ્રારંભિક શોધ વિશે વાત કરી. તેમણે સુંદર રીતે દર્શાવ્યું કે કેવી રીતે અલરીશ સિન્ડ્રોમ (KlAS) માં KLASP પાછળથી લ્યુકેમિયા અને લિમ્ફોમા માટે સંવેદનશીલ હોઈ શકે છે. તેમણે આ હકીકત પર પણ પ્રકાશ પાડ્યો કે તે આર લૂપ મધ્યસ્થી ડીએનએ નુકસાન અને સમારકામમાં સામેલ છે. ડો.અભિજિત દે, ટાટા મેમોરિયલ કેન્સર સેન્ટર, એસિટીઆરઈસી મુંબઈ એ નેનોથેરાપીટિક્સના ક્લિનિકલ અનુવાદ વિશે પોતાનું સંશોધન રજુ કર્યું. તેમના ટિમ એ સોનાના કણો સાથે લિપોસોમ્સને કોટિંગ કરીને ગોલ્ડ નેનોસ્ફિયરની રચના કરી છે. ડો.આલોક ભારતી, દિલ્હી યુનિવર્સિટી, સર્વાઇકલ કેન્સરમાં કાર્સિનોજેનિક સિગ્નલિંગમાં એક્ઝોમ્સની ભૂમિકા વિશે વાત કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીના ડો.રાકેશ રાવલે લિક્વિડ બાયોપ્સી આધારિત કેન્સર નિદાન પર વાત કરી હતી. ડો. માનસ સંતરા, એનસીસીએસ પૂણે, ઓંકોજેન્સથી પ્રેરિત જીવલેણ પરિવર્તનને રોકવા માટેના પ્રવેશદ્વાર તરીકે ગાંઠને દબાવનાર એફ બોક્સ પ્રોટીન ૩૧ ફંક્શન વિશે માહિતી આપી હતી.

પ્રોગ્રામ ના અંતે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચના અધ્યક્ષ પ્રોફેસર બી. રાવ એ પોતાના મંતવ્ય માં કીધું હતું કે, ભારત દેશ આ ક્ષેત્રમાં કાર્યરત વિવિધ રિસર્ચ અને વૈજ્ઞાનિકો અને ગુજરાતની ધરતી પર લાવવા માટે આઈ.એ.આર. દ્વારા એક ઉપયોગી પહેલ કરાવવામાં કરવામાં આવી છે. અને અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ને વૈજ્ઞાનિકોને એક સાથે સંપર્ક માં લાવી ને પોતાના રિસર્ચ, પડકારો તથા નવીનતમ ટેક્નોલોજી વિષે ચર્ચા કરવાની અમૂલ્ય તક આપવામાં આવી હતી. જેથી દેશ અને દુનિયા માં ચાલતા વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનો ની માહિતી એકબીજાને આદાનપ્રદાન કરી શકાય.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •