રાજપીપળામાં લોખંડી જાપ્તા પોલીસ બંદોબસ્ત વચ્ચે 11 મોટા અને 100 થી વધુ નાના તાજીયાનું વરસાદ વરસતા વરસાદમાં જુલૂસ નીકળ્યું.

ઓટોમોબાઇલ ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

મોડી સાંજે કરજણ નદીમાં તાજીયાને ઠંડા કરાયા

કરબલામાં શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં માતમનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યો.

નર્મદાના વડામથક રાજપીપળા ખાતે આજે મોહરમ પર્વ એ લોખંડી ચાપતી પોલીસ બંદોબસ્ત વચ્ચે 11 મોટા કલાત્મક અને 100 થી વધુના તાજીયાનો વરસતા વરસાદમાં જુલૂસ નીકળ્યું હતું. આજે રાજપીપળાના આરબ ટેકરા,નવા ફળીયા, કસ્બાવાડ વગેરે જગ્યાએથી કલાત્મક તાજીયાને શણગારીને લારીમાં સજાવીને મુખ્ય રોડ પર કાઢવામાં આવ્યા હતા. આજે આખો દિવસ વરસાદનો માહોલ હોવાથી સતત ભારે વરસાદમાં પણ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તૌયાના જુલુસમાં જોડાયા હતા.
કરબલામાં શહીદ થયેલા ઈમામ હુસૈન ની યાદમાં માતમનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ આજે મનાવ્યો હતો, અને તલવારબાજી સહિત વિવિધ કરતો પણ કર્યા હતા. આ પ્રસંગે શરબતની પણ વિતરણ કરાયું હતું.
જુને પોસ્ટ ઓફિસ પાસેથી નીકળેલા તાજિયાની સાથે સ્ટેશન રોડના તાજીયા પણ જોડાયા હતા. જેમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાજેશ પરમાર સહિત 3 ડીવાયએસપી, 1 પીઆઈ રાઠવા, 10 પીએસઆઇ, 95 પોલીસ, 77 હોમગાર્ડ, 80 જીઆરડી, 2 એસઆરપી સેક્શન, 25 પોલીસ ટ્રાફિક બ્રિગેડ સહિત 300 જેટલા પોલીસોનો કાફલો ચાપતો લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોડીસાંજે રાજપીપળા ખાતે કરજણ નદીમાં તાજીયાને ઠંડા કરાયા હતા.

રિપોર્ટ: જ્યોતિ
જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •