મેકઅપ ની મદદ થી -વિભા પટેલ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ક્યારેક ક્યારેક એવા વિચિત્ર વિચારો આવે કે એમાં પણ નવાઈ લાગતી બંધ થઈ ગઈ…એવું લાગે કે જાણે આ વિચિત્ર વિચારો પણ મારી જિંદગી નો એક રહસ્યમય ભાગ રૂપ બની ગયા હોય. ઘરેથી નીકળું એટલે વાહન હાંકતા હાંકતા પણ છેક અમેરિકા કેનેડા સુધી પહોંચી જવાય… એટલા વિચિત્ર વિચારો માં ચકડોળે ચડી જવાય. શું આપણા વિચારો મેકઅપ નું કામ નઈ કરતા હોય? એવો પ્રશ્ન પણ મને અચૂક જ થયા કરે..કેમ કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે જેવા વિચારો એવું મન. જેમ કે ચિંતાતુર વિચારો હોય તો વ્યક્તિ ના મોઢા પર હાવ ભાવ પણ એવાજ ચિંતા વાળા જ હોય છે,અને ખુશનુમા હોય તો મોઢા પર રંગ જ અલગ હોય છે. આમ આવી રીતે શું આપણા વિચારો આપણું મેકઅપ બની રહેતા હોય છે જેની આપણે પોતે ક્યારેય પણ નોંધ લેતા નથી. ઈશ્વરે આપણું વ્યક્તિત્વ એવું ઘડ્યું છે કે જેમાં એમણે આપણા વિચારો ને જ આપણો મેકઅપ બનાવી દિધો છે,અને એટલે જ એવું પણ કહેવાય છે કે દ્વિમુખી વ્યક્તિત્વ વાળી વ્યક્તિ પણ હોય છે સમાજ માં.
મે એક ચલચિત્ર (ફિલ્મ) જોયેલું જેનું નામ કઈ આ પ્રકાર નું હતું,”हम दिल दे चुके सनम” અને આ ફિલ્મ માં એના કલાકારો એ જે અભિનય આપ્યો છે જેને માણવા સહેલા હતા પણ સમજવા થોડા અઘરા હતા. એમાં એક સાહજિકતા દર્શાવેલી દિગ્દર્શકે. માં દીકરી ની ગંભીર વાતો માં એકાએક કોઈ આવી જતા એ ગંભીરતા એ ક્યારે મજાક નો મેકઅપ ઓઢી લીધો એની કોઈ ખબર ના રહી.જે વ્યક્તિ ના વિચારો અને સંસ્કારો પર ટકેલી હોય છે.
રડતું મન,અને હસતું મોઢું જ્યારે જોવાય જાય ત્યારે આ ચહેરો મેકઅપ થી લદાયેલો હોય એમ માનવું ખોટું નથી.એક જૂનું ફિલ્મ(ચલચિત્ર) યાદ આવી ગયું ફરી ” मेरा नाम जोकर” કે જેમાં એવું સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે સમય અને પરિસ્થિતિ ભાગ ખૂબ જ સરસ અને સરળ રીતે ભજવી દે છે મનુષ્ય ની મજબૂરી માં. લોકો ને હસાવવામાં પોતા ના આંસુ ઓને કેવી રમૂજ માં બતાવી દેવાય છે. આપણા ગુજરાતી માં એવું કહેવાય છે કે તમાચો મારી ગાલ લાલ રાખવો પડે છે…. જેનું અર્થઘટન એવું પણ કરી શકાય કે મેકઅપ ની મદદ થી ખુશ પણ રહી શકાય,ઘણી વાર તો એવું પણ બને છે કે મેકઅપ ને સાચવવા માટે આંસુ ઓને પણ ખૂબ જ ગંભીરતા થી કહી દેવાય છે કે ભાઈ હમણાં આંખો માંથી બહાર ના નીકળશો કેમ કે મારું મેકઅપ બગડી જશે અને મારા ઇમોશન્સ બધા ને ખબર પડી જશે.
હવે મેકઅપ ની મદદ થી જે લાગણીઓ ની સીમા નક્કી થાય છે એ મેકઅપ નું મહત્વ સૌથી વધુ સમજનાર ફિલ્મી જગત ના તારલાઓ થી લઈને મોડેલિંગ કરતા નમૂના ઓમાં જોઈએ તો એ માત્ર મેકઅપ ના જ સહારે પોતે પોતાના રસિકો ને પકડી રાખ્યા હોય છે… જ્યારે ખરેખર આ જ નમૂના ઓ કે તારલાઓ ને જાહેર માં જોઈએ તો કદાચ આપણને પણ એ જ મેકઅપ નું મહત્વ સમજાય જશે. આમ આવી રીતે મેકઅપ માત્ર શોખ માટે નહી પણ હાલ ના સમય માં મનુષ્ય ના જીવન ની એક અમુલ્ય વસ્તુ બની ગઈ છે, જેનાથી મનુષ્ય અમુક અંશે પોતાની લાગણી ઓ ને ક્યાં કેવી રીતે વ્યક્ત કરવી એના સફળ થઈ ગયો છે. જેને આપણે સકારાતમકતા માં લઇ શકીએ છીએ,પણ નકારાત્મક રીતે જોઈએ તો?

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •