*મહંત સ્વામીનો આજે 86મો જન્મદિવસ*- વિનોદ મેઘાણી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*મહંત સ્વામીનો આજે 86મો જન્મ દિવસ છે. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું*
*પ્રમુખ સ્વામી બાદ તેઓ સ્વામીનારાયણ ની સંસ્થા BAPS ના તેઓ છઠ્ઠા સ્પિરિચ્યુઅલ વડા બન્યા છે*
*મહંત સ્વામીનો જબલપુરમાં જન્મ બાદ ઉછેર થયો*
મહંત સ્વામી મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરે થયો હતો. 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી.
પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા.
મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ હતું. બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્યો હતા. નવાઈની વાત છે કે શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ પ્રથમ તેમનું ફેમીલી નામ કેશવ રાખેલું.
જબલપુરમાં મેટ્રિક બાદ ક્રિશ્ચિયન સ્કૂલમાં અભ્યાસ આણંદમાં ગેજ્યુએટ સંસારી વિનુભાઈ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જન્મ સ્થળે જબલપુરમાં પૂરું ર્ક્યુ હતું. પછી જબલપુરમાં મેટ્રીક પાસ થઈ તેઓ ત્યાંની ક્રિશ્ચિયન સ્કૂલમાં દાખલ થયા.
કૃષિ કોલેજ હતી અને આણંદમાં હતી. તમને નવાઈ લાગશે કે મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે વિનુભાઈ પટેલ કોલેજમાં હતા ત્યારે 1951-1952માં યોગીજી મહારાજને મળ્યા હતા
તેનાથી પ્રભાવિત થઈને ઉનાળાના વેકેશનોમાં યોગીજી મહારાજ પાસે જતા હતા અને ત્યારે તેમને સાધુ જીવન ગાળવાની પ્રેરણા મળી હતી. 24ની ઉંમરે વિનુભાઈ પટેલ ઉર્ફે મહંત સ્વામીને પાર્શ્વદ દીક્ષા મળી હતી.
28 વર્ષની ઉંમરે ગઢડામાં ‘સ્વામી’તરીકેની દીક્ષા દીક્ષા મળી ત્યારે શરૂમાં તેમનું નામ વિનુ ભગત રખાયું હતુ. યોગીજી મહારાજ જ્યારે પ્રવાસ કરતા ત્યારે વિનુ ભગત સાથે સાથે સેવામાં હાજર રહેતા હતા.
તેમનો પત્રવ્યવહાર સંભાળતા હતા. 28 વર્ષની ઉંમરે પછી તેમને ‘સ્વામી’ તરીકેની દીક્ષા ગઢડામાં મળી હતી અને ત્યારે તેમને સાધુ તરીકે કેશવ જીવનદાસનું નામ મળ્યું હતું. તે દિવસે 51 સેવકોને પણ દીક્ષા મળી હતી.
બધાને મુંબઈના સંસ્કૃતનો અભ્યાસ કરવા રખાયા અને તેમના 51ના ગ્રુપ દાદરમાં મહંત સ્વામી ઉર્ફે કેશવ જીવનદાસ હતા.
પ્રમુખ સ્વામીને 1951માં મળ્યા અને 2012માં મહંત સ્વામીને દીક્ષા આપી
1951માં મહંત સ્વામી, પ્રમુખ સ્વામીને મળ્યા હતા. અને તેમની સાથે દેશ પરદેશમાં ધાર્મિક પ્રવાસ ર્ક્યો હતો.
મહંત સ્વામીની સેવાભાવનાથી પ્રભાવિત થઈ પ્રમુખ સ્વામીએ બીજા સિનિયર સાધુઓની અમદાવાદની હાજરીમાં 20-7-2012માં તેમનું નામ સાધુ તરીકેનું નામ મહંત સ્વામી રાખી દીક્ષા આપી હતી
અને ત્યારે પ્રમુખ સ્વામીએ ચાર વર્ષ પહેલા સમયસર મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા.

પેઇન્ટિંગ.: ભગવત ભાવસાર.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •