નાનકડી સાનવીએ બાપાને માન,સમ્માન સાથે પ્રેમભરી આપી વિદાય: ગણપતિબાપા મોરયા: લેખન –સિમ્પલ ઠક્કર

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

“ગણપતિબાપા મોરયા અગલે,બરસ તું જલ્દી આ” આ શબ્દો એજ ભક્તગણો બોલે જેઓ બાપાને વિસર્જિત કરતાં એમનાં આશીર્વાદને લાયક હોય..હા ! જેટલી જાગરૂકતા બાપાની પધરામણી વખતે ની હોય એટલીજ વિદાય વખતે કેમ નથી રાખતા ?
ગણપતિના સ્વાગતની સાથે વિસર્જન પણ ગરિમામય રાખીએ ..ત્યારે જ સાચી ભક્તિ કહેવાય…જો આટલી નાનકડી સાનવી બાળક થઈને સમજતી હોય તો બીજા મોટી ઉમરના ભક્તો કેમ નથી સમજતા ? કે દરેક ઈશ્વરની આરધના કરીને એમને આમ તરછોડી “ના” જ દેવાય ..!
જે રીતે રીવરફ્રંટ ખાતે કતારબંધ ઈશ્વર નજરે પડે છે..! એ જોઇને લાગે છે કે ઈશ્વર પણ ઉપરથી જોતા હશેને, તો વિચારતા હશે કે આ પામર માનવીઓ ઈશ્વરની સર્જેલી પ્રકૃતિને મહત્તા,પર્યાવરણની જરૂરિયાત અને ધર્મના સારને નથી સમજતો એજ માનવી મારો પરમ ભક્ત હોવાનો ડોડ કરે છે, ને મારા રૂપમાં જે પ્લાસ્ટ ઓફ પેરિસના બીબામાં શ્રધ્ધારૂપી બીજને રોપે છે એને જ આમ ગંદા અને પ્રદુષણયુક્ત પાણીમાં વહાવી ને જળની સાથે મારી પણ અવહેલના કરે છે. જેઓ સમજદારીથી નથી વહાવતાં તેઓ જે તે નદી કે તળાવની પાળ પર મુકીને હાલતાં થાય છે એટલુજ નહી અપ્રદુષિત જગ્યાએ ઈશ્વરને મુકવા પણ ધર્મમાં મનાઇ છે ત્યાં એજ ધર્મના સંદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે… ડીજેનાં તાલે ,વાહિયાત ફિલ્મી ગીતો અને માદક દ્રવ્યોના સેવન બાદ છાકડા બનીને નાચે છે ને આખી રાત ધમાચકડી મચાવે છે એ ભક્તિના નામે થતો પાખંડ આંખે ઉડીને વળગે છે ..જે ઉદેશ્ય સાથે ગણપતિ સ્થાપના શરુ કરવામાં હતી,એનાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિમાં આ ત્યોહાર ઉજવાઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે..
આમ તો આપણા ધર્મ અને ઈશ્વર પ્રત્યે કોઈને પણ સાચી શ્રધ્ધા ,ભક્તિ ને એનો સંદેશ પહોંચી શકશે નહી માટે હવે થી આપણે સૌ મળીને આ પર્વની ગરિમા એને પાછી મળે એ રીતે ઉજવણી કરવી જોઈએ..ને સૌને સાથે રાખીને ઈશ્વરની આરધના કરવી અને પુરા સંમ્માન સાથે એમનું વિસર્જન કરીએ એજ સાચી ભક્તિ…
બોલો ગણપતિ બાપા મોરયા…અગલે બરસ તું જલ્દી આ…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •