દલિત વિવાદિત પ્રવચન બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સામે સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સ્વામિનારાયણ સંપ્રદાય એ એક એવો સંપ્રદાય છે જે વૈશ્વિક કક્ષાએ છવાયેલો છે.હવે આ સંપ્રદાય જેટલો આસ્થાની રીતે પ્રખ્યાત છે તે જ રીતે વખતોવખત તેમના કોઈના કોઈ મહંત કે સ્વામીની કરતુતોથી પણ એટલો જ કુખ્યાત છે. એમાં મહત્તમ તેમની કામલીલાઓ ઉજાગર થતી રહે છે.હવે તેમની આસ્થાને સૌ કોઈ ધર્મના લોકો માન આપે છે પણ જ્યારે તેમના જ કોઈ સંત જાહેરમાં પ્રવચન વખતે બેફામ વાણી વિલાસ કરી અન્ય જાતિ નું માન સન્માન ઘવાય અને એથીય વધુ ગેરબંધારણીય ભાષાનો પ્રયોગ કરે તે કેટલે અંશે વાજબી છે.હાલ માં વડતાલ સંપ્રદાય ના એક સ્વામી વિશ્વ વલ્લભ (જો કે આ પ્રવચન સાંભળ્યા બાદ તો મને સ્વામી લખતા પણ કચવાટ અનુભવાય છે) દ્વારા પોતાના જાહેર પ્રવચનમાં દલિત સમુદાયના આત્મસમ્માનનું ચીરહરણ કરી નાંખ્યું.એવું નથી કે દલિત સમુદાય દ્વારા પણ કોઈ ભક્તિ કાર્યક્રમ કે ડાયરા નથી થતા,પણ ક્યારેય કોઈ ધર્મ કે સમાજની લાગણી દુભાય એવી ટીકા ટિપ્પણી નથી કરતા. દલિત સમાજને હજી ય આવા ગણ્યા ગાંઠયા મનથી તદ્દન મેલા એવા સ્વામીઓનો અપમાનજનક ભાષાનો ભોગ બનવું પડે છે તે આટલા વર્ષો પછીના સ્વતંત્ર ભારત માટે શરમનો વિષય છે .અને એ ચિત્ર પણ સ્પષ્ટ થાય છે કે આવા ગણ્યા ગાંઠયા બાવાઓ જ એક જાતિ ને બીજી જાતિ પ્રત્યે ભડકાવી વર્ગવિગ્રહ ઉભો કરે છે.ખરેખર તો સ્વામી સંપ્રદાયના મોવડીઓએ આ પ્રવચન સાંભળ્યા બાદ જ આ સ્વામીને બરતરફ કરવા જોઈતા હતા.ગેરબંધારણીય ભાષા વાપરી જેનો વિડીઓ વાયરલ થયો અને ઠેર ઠેર તેમની સામે એટ્રોસિટી એક્ટ નોંધાવા દલિત સંગઠનો અને કાર્યકરોની જેહાદ જાગી છે .ખરેખર એક વૈશ્વિક કક્ષાએ જેની નામના છે તે ધર્મ સંપ્રદાય નો એક સ્વામી આટલી નિમ્નકક્ષાની વિચારસરણી ધરાવતો હોય અને વળી ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કરતો હોય તો તે સ્વામી બન્યા કેવી રીતે તે ધાર્મિક તટસ્થતા નો વિષય છે.બાકી મારી દ્રષ્ટિએ તો માનવું છે કે માણસ બધા ધર્મનું પાલન કરતા પહેલા માણસાઈ ના ધર્મનું પાલન કરી એકબીજાને માનસમ્માન આપે તો ક્યાંય કોઈ પ્રવચન સાંભળવા જવાની જરૂર નહીં રહે.

— જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •