તારે મન તો હજીય મૌન ના પડઘા હું શબ્દોથી પ્રેમ ગુંજવ્યા કરું પ્રેમ- લાગણીઓના ન જોડ હિસાબ મુદ્દલથી વધુ વ્યાજ પ્રેમનું ચુકવ્યા કરું – જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વીંટળાઈ જાય તું યાદોની વેલ બની
હું સ્થિર થડ બની અનુભવ્યા કરું

તું ખડખડ હાસ્ય બની વેરાયા કરે
હું ભીની લાગણી બની ઝુરવ્યા કરું

તારે મન તો હજીય મૌન ના પડઘા
હું શબ્દોથી પ્રેમ ગુંજવ્યા કરું

પ્રેમ- લાગણીઓના ન જોડ હિસાબ
મુદ્દલથી વધુ વ્યાજ પ્રેમનું ચુકવ્યા કરું

ક્યાં લગી છુપાવીશ લાગણીઓ
આ ભવનું મિલન ભૂલવ્યા કરું

તરફડે મિલનના સંજોગો તારા ઉંબરે
ક્યારેક તો મળીશ એમ સમજી મુલવ્યા કરું

‘પ્રસુન ‘ ન દેખાડીશ સ્વપ્ન મિલનના
નીત પ્રાર્થનામાં નજર્યું ઝુકવ્યા કરું……

– જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •