તારી યાદ ભરી રાતો મને ડંખે છે, ખરેખર,તારા વગર મારુ ઓક્સિજન ઘટે છે..હેલિક.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મારુ ઓક્સિજન ઘટે છે…

તારી યાદ ભરી રાતો મને ડંખે છે,
ખરેખર,તારા વગર મારુ ઓક્સિજન ઘટે છે..
જીવ છે તું મારો,હું તો ખાલી એક શરીર,
કહું છું તને,તું સમજી જા એ મારા મીર,
હું લખું ગઝલ ને શબ્દ હોય તારાં,
તને લઈને હેલીક હર ગઝલ રચે છે,
ખરેખર,તારાં વગર મારુ ઓક્સિજન ઘટે છે..
તારા વગર મહેફીલ જાણે સુમસાન થઈ જાય,
ખૂણે હરતો-ફરતો તારો રણકાર રહી જાય,
દિવસભર ની વાતો માં તું રહે ક્યાંક હાજર,
તારી ગેરહાજરીમાં તારી વાતો હાજરી ભરે છે,
ખરેખર,તારાં વગર મારુ ઓક્સિજન ઘટે છે..
જાણું છું જિંદગી થોડા દિવસ માટે રુઠી છે,
આમ,તું ગઈ ને થઈ મારી દિવાળી બુઠ્ઠી છે,
ચમકે છે દુનિયા ઘરે-ઘરે દીપકનાં ઉજાસથી,
મારા જીવનના દીપમાં તું અજાણ્યે તેલ ભરે છે,
ખરેખર,તારા વગર મારુ ઓક્સિજન ઘટે છે..
હેલીક…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •