તારાઓ ય ચમકી ક્યાંક ખરતા જાણે ઉડતો લાગણીનો છેદ રાતભર ચાલે મહેફિલ પ્રણયની ક્યારેક અમાસ લાવે મિલનમાં ખેદ- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

તારલાંઓની ભરી સભા જાહેરમાં
ચાંદ ભણાવતો ચાંદનીને પ્રેમવેદ

ઘડીક દલીલ ઘડીક મીઠી તકરારમાં
એ ખરતું ઝાકળ આકાશનો ભેદ

તારાઓ ય ચમકી ક્યાંક ખરતા
જાણે ઉડતો લાગણીનો છેદ

રાતભર ચાલે મહેફિલ પ્રણયની
ક્યારેક અમાસ લાવે મિલનમાં ખેદ

‘પ્રસુન’ તું નીત ઝીલાયા કર પાંદડે
રણકાર બની થઈ હૈયે કેદ…

— જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •