ડો.ગીતિકા સલુજા દ્વારા ખુબ જ પ્રેરણાદાયી અને અનોખી ઇવેન્ટ “બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” મહિલાઓ માટે સંવાદ યોજાયો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તાજેતર માં ઉદગમ ટ્રસ્ટ હેઠળ ઉદગમ સંવાદનું ડો.ગીતિકા સલુજા દ્વારા ખુબ જ પ્રેરણાદાયી અને અનોખી ઇવેન્ટ “બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” ના એક અનોખા વિચાર પર મહિલાઓ માટે સંવાદ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ગાંધીનગર ખાતે યોજાયો.

આ કાર્યક્રમ માં ચર્ચા યોજવાનો મુખ્ય હેતુ સ્ત્રીઓ ને પોતાની છુપી શક્તિઓ ને ઓળખવાની, ધગશ અને રુચિ ને આગળ ધપાવવાની તેમ જ જીવન માં રહેલી તકો નો મહહત્તમ ઉપયોગ કરી ને જીવન ને સાર્થકપૂર્વક જીવવાનો હતો. 40 વર્ષ ની ઉમર પછી પણ સ્ત્રીઓ કેવી રીતે ૨૦ વર્ષ ના ઉમંગ, ઉત્સાહ ની જેમ જ પોતાના વ્યવસાયિક કારકિર્દી ને આગળ ધપાવી શકે તેમ જ પોતાના અધૂરા રહેલા સપનાઓ ને મન ભરી ને જીવી જાણે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. ગીતીકા સલુજા એક જાણીતા ઉદ્યોગસાહસિક અને શિક્ષણવિદ છે.

“બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” કાર્યક્રમ માં ૧૨૫ થી વધુ સ્ત્રીઓ અને થોડા પુરુષો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને એક બીજા જોડે તેમ જ ઉપસ્થિત વક્તાઓ જોડે મુક્તપણે વાતો કરી હતી.

આ કાર્યક્રમ માં ખાસ મેહમાન તરીકે ગાંધીનગર શહેર ના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, અને પ્રોફેસર રાવ ભામિદિમરી, પ્રેસિડન્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસેર્ચ, ગાંધીનગર એ હાજર રહેલી સ્ત્રીઓ ને જીવન માં ખુબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાને પ્રોત્સહન આપ્યું હતું.

સામાજિક કાર્યકર્તા અને સેવાભાવી આશાબા સરવૈયા તથા સંજયભાઈ થોરાત પણ હાજર રહ્યા હતા.

આ પ્રોગ્રામ માં નિષ્ણાત વક્તાઓ તરીકે શ્રીમતી રચના મેહતા (ફ્રૂઈટ્સ એન્ડ ફ્લાવર્સ બકેટ આર્ટિસ્ટ), શ્રીમતી મનીષા શર્મા (જાણીતા ફિલ્મ નિર્માતા), શ્રીમતી પ્રીતિ મુખરજી (ઉદ્યોગ સાહસિક),શ્રીમતી તુલી બેનર્જી (રિલેશનશિપ કોચ), શ્રીમતી વિના વોરા (શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર ), સુજલ શાહ (ઝવેરી), શ્રીમતી નંદિતા મુનશૉ (સદેવ રિશ્તે ના માલિક) અને વિજયંતી ગુપ્તે (જાણીતા લેખક અને સામાજિક કાર્યકર) હાજર રહ્યા હતા. સમર્ગ પેનલ ચર્ચા અને પ્રોગ્રામ નું આયોજન ખુબ જ સરસ અને અસરકારક રીતે ડો.ગીતીકા સલુજા એ કર્યું હતું. તેઓ એ સમર્ગ કાર્યક્રમ ને ખુબ જ રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ રાખ્યો હતો.

આ કાર્યક્રમ માં વક્તાઓ એ વાત ચર્ચા કરી હતી કે, લગભગ બધી સ્ત્રીઓ એ ૪૦ વર્ષો સુધી જીવન માં ઘણા બધા પડકારો નો સામનો કર્યો હોય છે. ઘણી બધી સ્ત્રીઓ ને ફાઇનાન્સિઅલ સ્વતંત્રતા અને પ્રોફેશનલી પોતાની કારકિર્દી ને આગળ ધપાવવી હોય છે પરંતુ તેઓ ની એ ઈચ્છા પરિવાર ની જવાબદારી નિભાવને લીધે ક્યાંક અધૂરી રહી ગયી હોય છે. પરંતુ, હવે, ૪૦ વર્ષે પહોંચી ને, આ સમય છે કે તમે તમારા કોન્ટેક ને વધારો, રુચિ તથા શોખો ને ધગશ થી પુરા કરવા પ્રયત્નો કરો અને નિષ્ણાત વ્યાવસાયિકો તરીકે પોતાને સ્થાપિત કરવા માટે પોતાની કુશળતાને વધુ મજબૂત કરો.આપણે જે કમાણી કરીશું તે મહત્વનું નથી પરંતુ સંતોષ મહત્વપૂર્ણ છે. આપણે કેટલાક વ્યવસાયિક અભ્યાસક્રમો પણ પસંદ કરવા જોઈએ અને મદદ માંગવામાં અચકાવું જોઈએ નહીં.

વક્તાઓ એ ખાસ એ પણ કીધું હતી કે, આપણી એક ગેરમાન્યતા છે કે સ્ત્રીઓ એકબીજા ને મદદ અને સહકાર નથી કરતી તેઓ એકબીજા ને આગળ નથી લાવતા. પરંતુ સ્ત્રીઓ જ એક બીજા ને ઉપર લાવવા માટે ઉપયોગી રોલ ભજવે છે અને એકબીજા ની મદદરૂપ સાબિત થાય છે. તેમને પરિવાર નો સપોર્ટ લઈને પોતાની કળા, કારકિર્દી ને આગળ ધપાપવી જોઈએ. તમે ઘરે બેઠા બેઠા પણ પોતાના સોશ્યિલ મીડિયા નો યોગ્ય ઉપયોગ કરી શકો છો.. તમારા શોખને તમારી પાસે ન રાખશો, તમારી રુચિ પણ તે બધા સાથે શેર કરવી જોઈએ. બીજા ના કર્યો ને સન્માનિત કરો. તમે માત્ર જીવન જીવો નહિ પણ તેને માણો, પ્રેરણાદાયી બનાવો.

શ્રીમતી રચના મેહતા જેઓ જાણીતા ફ્રૂઈટ્સ એન્ડ ફ્લાવર્સ બકેટ આર્ટિસ્ટ છે, તેઓ પોતાના મંતવ્ય માં જણાયું હતું કે, આજે હું મારા વ્યવસાય માં સફળ છું અને પહેલા મને ડર હતો કે મારી કળા ની કોઈ નકલ કરશે તો શું ? પરંતુ મેં પોતાની જાત પર આગળ પાક્કું મનોબળ સાથે આગળ વધી કે મારી કળા અને શૈલી ને કોઈ કોપી નઈ કરી શકે. તેઓ જણાવે છે કે, તમારે સતત પોતાના કાર્ય ને આગળ પ્લાંનિંગ, રિસર્ચ કરી ને પ્રોફેશનલ રીતે પોતાની આવડત ને સારી કામની અને નામના મેળવી શકાય છે.

ડો. ગીતીકા સલુજા જણાવે છે કે, જીવન માં થોડું રિસ્ક લો. તમે દરેક પ્રસંગે બચાવેલા પૈસા ને પોતાના વ્યવસાયિક ડેવલપમેન્ટ પાછળ ખર્ચો. જરૂરી પ્લાંનિંગ, રિસર્ચ કરી ને પ્રોફેશનલ રીતે પોતાની આવડત ને સારી રીતે ઉપયોગ કરી ને પૈસા કમાવવા ની સાથે સાથે નામના મેળવી શકાય છે. પોતાના સપનાઓ ને જોતા જ રહેશો તો ક્યારેય ય સિદ્ધ નહિ કરી શકો. સમાજ તમારા વિચારો થી નહિ પરંતુ તમારા પ્રયત્નો અને પરિણામ થી તમને જાણશે. જ્યારે તક આપવામાં આવે ત્યારે તેનો મહહત્તમ ઉપયોગ કરવામાં અચકાવું જોઈએ નહીં.

આ ઉપરાંત શહેર ના ત્રણ બહેનો શ્રીમતી વૈશાલી જોશી, શ્રીમતી પરાગિબેન પંડ્યા અને શ્રીમતી ગીતાબેન ખુમાણ ને શિક્ષણ ક્ષેત્ર માં ઉમદા કાર્ય કરવા માટે પ્રમાણપત્ર આપી ને સન્માનિત કર્યા હતા.

આ કાર્યક્રમ ના અંતે તમામ પ્રેક્ષકો એ વક્તા અને આ કાર્યક્રમ નું આયોજન કરવા માટે ડો.ગીતીકા સલુજા અને ઉદગમ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ડો. મયુર જોશી નો આભાર માન્યો હતો.

Send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •