*ટ્રક ડ્રાઇવરનું કપાયું 86 હજારનું ચાલાન*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું ઓડિસાના સંબલપુર જિલ્લાના એક ટ્રક ડ્રાઇવરને ભારે પડ્યુ. ટ્રાફિક રૂલ્સ તોડવા બદલ તેને 86,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. સંબલપુર રીજનલ ટ્રાંસપોર્ટ ઑફિસ (RTO)એ ટ્રક ડ્રાઇવર અશોક જાધવને 86,500 રૂપિયાનો દંડ ફટકાર્યો.ચાલાનની કૉપી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ચાલાન 3 સપ્ટેમ્બર 2019ના રોજ કાપવામા આવ્યું હતું. 6 સપ્ટેમ્બરે દંડની રકમ ચુકવ્યા બાદ ડ્રાઇવરને ટ્રક લઇ જવા દેવાયો.સંબલપુરના ક્ષેત્રીય પરિવહન અધિકારી લલિત મોહન બેહરાએ જણાવ્યું કે ડ્રાઇવરને અનાધિકૃત વ્યક્તિ પાસે ડ્રાઇવ કરાવા માટે 5 હજાર, લાઇસન્સ વિના ડ્રાઇવિંગ માટે 5 હજાર, ઓવરલોડિંગ માટે 56 હજાર, સીમા ક્ષેત્રથી મોટો સામાન લઇ જવા માટે 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતોચાલકને 86,500 રૂપિયા દંડ ચુકવવાનો હતો પરંતુ ડ્રાઇવરે અધિકારીઓ સામે પાંચ કલાક દલીલ કરી જે બાદ તેણે 70 હજાર રૂપિયા ચુકવ્યાં. ટ્રક નાગાલેન્ડની એક કંપની BLA ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નામે હતો. ટ્રકમાં JCB મશીન લોડ હતું, જેને છત્તીસગઢ લઇ જવામાં આવી રહ્યું હતુ. જણાવી દઇએ કે 1 સપ્ટેમ્બરથી કેન્દ્રીય મોટર વ્હીકલ અધિનિયમ અંતર્ગત નવી જોગવાઇઓ લાવવામાં આવી ચુકી છે જેની હેઠળ નિયમોનો ભંગ કરવા પર ભારે દંડ ચુકવવો પડી શકે છે.દેશભરમાં આજકાલ નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કાપવામાં આવી રહેલા ભારે-ભરખમ ચાલાનોની ચર્ચા છે. લોકોના 23 હજારથી લઇને 59 હજાર રૂપિયા સુધીના ચાલાન કાપવામાં આવી રહ્યાં છે. તેની અસર ઝારખંડમાં પણ જોવા મળી રહી છે. ચાલક અહીં પૂરા દસ્તાવેજ પોતાની સાથે રાખતાં થઇ ગયાં છે ત્યાં કેટલાંક લોકો એવા પણ છે કે પોલીસની નજરથી બચવાના ચક્કરમાં દુર્ઘટનાનો શિકાર બની જાય છે. રાંચી મેન રોડ પર વાહનોના દસ્તાવેજોની તપાસ કરી રહેલા ટ્રાફિક પોલીસ જૉન મુર્મૂ પર એક ડ્રાઇવરે ઑટો ચડાવી દીધી. આ દુર્ઘટનામાં ટ્રાફિક પોલીસની કરોડરજ્જૂ તૂટી ગઇ છે. જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •